વિદેશી દારૂ સગેવગે કરે તે પહેલાં જ બૂટલેગર પકડાયો

DivyaBhaskar News Network

Dec 07, 2018, 03:51 AM IST
Rajkot News - latest rajkot news 035104
શહેરમાંથી વિદેશીદારૂ પકડાવવાનો સિલસિલો ચાલુ રહ્યો છે, ત્યારે નવા થોરાળાના અવધપાર્ક-4માં રહેતો વિજય ઉર્ફે લીંબુ ગોવિંદ વઘેરા નામનો શખ્સ વિદેશીદારૂના જથ્થા સાથે ઊભો હોવાની પોલીસને માહિતી મળી હતી. જેના આધારે તુરંત એક ટીમ નવા થોરાળા વિસ્તારમાં દોડી ગયા હતા. તપાસ કરતાં વિજય ઉર્ફે લીંબુ આ જ વિસ્તારમાં આવેલા ન્યૂ ક્રિષ્નાપાર્ક-3માં આવેલા ખુલ્લા પ્લોટ પાસે જોવા મળતા ઝડપી લીધો હતો. પોલીસે તેની પાસે રહેલી વિદેશીદારૂની 120 બોટલ ભરેલી 10 પેટી કબજે કરી હતી. પ્રાથમિક પૂછપરછમાં તે શરાબનો જથ્થો સગેવગે કરવા ઊભો હતો. પોલીસે વિજયની ધરપકડ કરી શરાબનો જથ્થો કોને આપવાનો હતો તે સહિતની વિગતો બહાર લાવવા પૂછપરછનો દોર શરૂ કર્યો છે.

અન્ય એક બનાવમાં અગાઉ હત્યાની કોશિશ, રાયોટિંગના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલો જામનગર રોડ સ્લમ ક્વાર્ટરનો બૂટલેગર અબ્દુલ દાઉદ લંજાની 12 દિવસ પહેલા પોલીસે શરાબની 156 બોટલ પકડી પાડી હતી, જ્યારે અબ્દુલ નાસી ગયો હતો. દરમિયાન બૂટલેગર પરસાણાનગર-6 પાસે ઊભો હોવાની માહિતી મળતા તુરંત પોલીસ ત્યાં દોડી ગઇ હતી. આ સમયે પોલીસને જોઇ અબ્દુલે નાસી જવાની કોશિશ કરી હતી, પરંતુ પોલીસે પીછો કરી અબ્દુલને દબોચી લઇ ધરપકડ કરી છે.

આ ઉપરાંત દારૂ-બિયરના બે ગુનામાં નાસતા ફરતા રૈયારોડ, નેહરુનગરના સાહિલ અનવર કચરાંને પોલીસે તેના ઘર પાસેથી જ દબોચી લઈ ધરપકડ કરી વધુ કાર્યવાહી શરૂ કરી છે.

X
Rajkot News - latest rajkot news 035104
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી