સિવિલ હોસ્પિટલની બ્લડ બેંકમાં રક્તની ભારે તંગી

માત્ર 87 બોટલનો જ સ્ટોક, ઘણા દર્દીને રેસિડેન્ટ ડોક્ટર્સે બ્લડ બેંકમાંથી રક્ત આપવાની ના પાડી

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 03:51 AM
Rajkot - સિવિલ હોસ્પિટલની બ્લડ બેંકમાં રક્તની ભારે તંગી
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં મંગળવારે એકાએક રક્તની ભારે તંગી આવી ગઇ છે. બ્લડ બેંકમાં એ પોઝિટિવ, બી પોઝિટિવ અને ઓ પોઝિટિવનો જથ્થો ખલાસ થઇ ગયો હતો અને માત્ર ઈમરજન્સી ક્વોટા જ વધ્યો છે.

સિવિલની બ્લડ બેંકમાંથી રક્ત લેવા ગયેલા ઘણા સ્વજનો રક્ત વગર પરત ફર્યા હતા કારણ કે, ફરજ પરના રેસિડેન્ટ ડોક્ટરે જથ્થો ન હોવાનું જણાવ્યું હતું. ઈમરજન્સી માટે પણ જથ્થો ન હોવાનું જણાવ્યું હતું. ઈ-રક્તકોષ વેબસાઈટ પર પણ બ્લડ બેંકમાં રક્તનો સ્ટોક ખાલી બતાવતો હતો. વિભાગના વડા ડો. ગૌરવી ધ્રુવે જણાવ્યું હતું કે, ઈમરજન્સી ક્વોટા જ વધ્યો છે આ સિવાયના જે સેમ્પલ છે તે પ્લાન્ડ સર્જરી માટે પહેલેથી દર્દીઓના સ્વજન પાસેથી લીધેલા છે જે સર્જરી સમયે આપવા બ્લડ બેંક બંધાયેલી છે. બેંકની કેપેસિટી 450 યુનિટની છે જેની સામે ઈમરજન્સી અને સર્જરી માટે ક્રોસ ચેક કરેલા સહિત માત્ર 121 યુનિટ જ વધ્યા છે.

બ્લડ બેંકમાંથી સૌથી વધુ રક્તનો ઉપાડ થેલિસિમિયાના દર્દીઓનો છે. બે જ દિવસમાં 64 યુનિટ અપાયા હતા. હાલ જથ્થો ન હોવાથી સોશિયલ મીડિયા તેમજ સંસ્થાઓને અપીલ કરાઈ છે. ગણેશોત્સવમાં ઘણા કેમ્પો મળ્યા છે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

X
Rajkot - સિવિલ હોસ્પિટલની બ્લડ બેંકમાં રક્તની ભારે તંગી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App