કોંગ્રેસના બાગી સભ્યોએ છીંડા શોધી પક્ષને ખુલાસો આપ્યો

રાજકોટ જિલ્લા પંચાયતની સમિતિના મતદાન બાબતે વ્હીપનો અનાદર કર્યો હતો

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:51 AM
કોંગ્રેસના બાગી સભ્યોએ છીંડા શોધી પક્ષને ખુલાસો આપ્યો
જિલ્લા પંચાયતમાં સમિતિઅોની રચના વખતે પક્ષની સામે બળવો કરનારા કોંગ્રેસના 19 સભ્યોને પક્ષેે વ્હીપના અનાદાર બદલ નોટિસ પાઠવી છે. જેનો ખુલાસો આપતા પહેલા નોટિસનો અભ્યાસ કરીને બાગીઓએ છીંડા શોધીને ખૂબ જ ચતુરાઈભર્યો જવાબ આપવાની શરૂઆત પૂર્વ પ્રમુખ નિલેશ વિરાણીથી થઇ છે.

કોંગ્રેસે સભ્યોને નોટિસ પાઠવી હતી કે, તેઅોએ કોંગ્રેસના પક્ષના ઉમેદવારની તરફેણ કરવાનો આદેશ આપેલો હતો છતાં પક્ષના આદેશની વિરુધ્ધ જઇને મતદાન કર્યું હોવાથી પક્ષાંતરધારા હેઠળ કાર્યવાહી કેમ ન કરવી તેનો ખુલાસો સાત દિવસમાં આપવો. નોટિસના અંતમાં કોંગ્રેસ ચૂંટણી સંકલન સમિતિના ચેરમેન બાલુ પટેલની સહી કરાઈ હતી. પૂર્વ પ્રમુખ નિલેશ વિરાણીએ ખુલાસામાં જ બાલુ પટેલને પ્રશ્ન કર્યો હતો કે આ પત્ર લખવાનો બંધારણીય અધિકાર તેમને કોણે આવ્યો. પછી જણાવ્યું હતું કે, તેઓ હજુ પક્ષ સાથે જોડાયેલા છે અને પક્ષના જ ઉમેદવારોની તરફેણમાં મત આપ્યા છે તેથી વ્હીપના અનાદર કરવાનો પ્રશ્ન જ નથી. તેમણે ખુલાસો પક્ષને મોકલી આપ્યો છે.

વ્હીપના અનાદર માટેની આ નોટિસમાં તેમણે છીંડુ એ શોધ્યું કે તેમાં લખ્યું હતું કે, પક્ષના ઉમેદવારની તરફેણમાં મતદાન કરવાનું હતું તેમાં એવો ઉલ્લેખ નથી કે પક્ષે નક્કી કરેલા ઉમેદવારની તરફેણમાં મત કરવાનું છે. આ માટે ખુલાસો ટેક્નિકલ રીતે આપી દેવાયો છે. નિલેશ વિરાણીની પાછળ-પાછળ બીજા સભ્યોએ પણ એ જ રીતે ખુલાસા આપવાનું શરૂ કર્યું છે.

X
કોંગ્રેસના બાગી સભ્યોએ છીંડા શોધી પક્ષને ખુલાસો આપ્યો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App