Home » Saurashtra » Latest News » Rajkot City » Rajkot News - latest rajkot news 035101

ફાયરબ્રિગેડના જવાને વૃધ્ધને ઠોકરે ચડાવ્યા

Divyabhaskar.com | Updated - Dec 07, 2018, 03:51 AM

રેસકોર્સ રિંગ રોડ પર વહેલી સવારે એકતરફનો માર્ગ વોકિંગ કરવા માટે આવતા લોકો માટે રાખવામાં આવે છે. જેમાં વાહનોને...

  • Rajkot News - latest rajkot news 035101
    રેસકોર્સ રિંગ રોડ પર વહેલી સવારે એકતરફનો માર્ગ વોકિંગ કરવા માટે આવતા લોકો માટે રાખવામાં આવે છે. જેમાં વાહનોને નો-એન્ટ્રી હોય છે. તેમ છતાં બુધવારે સવારે છ વાગ્યે બાઇક પર નીકળેલા ફાયરબ્રિગેડના જવાન શામળભાઇ લાખાભાઇ બાંભવાએ નો-એન્ટ્રીમાં ઘૂસી ન્યૂ જાગનાથ પ્લોટ-22માં રહેતા પ્રમોદચંદ્ર ભટ્ટ નામના વૃધ્ધ વોકરને ઠોકરે લીધા હતા. બનાવ બાદ ફાયરબ્રિગેડના જવાને પોલીસ જેવો ડ્રેસ પહેર્યો હોય રોફ છાંડી ત્યાંથી નાસી ગયા હતા. અકસ્માતમાં વૃધ્ધને ગંભીર ઇજાઓ સાથે સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. આ અંગે શામળભાઇ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ