તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • લોહાણા મહાપરિષદના પ્રમુખપદે પ્રવીણભાઈ કોટક યથાવત્, રાજીનામું સ્વીકારાયું નહીં

લોહાણા મહાપરિષદના પ્રમુખપદે પ્રવીણભાઈ કોટક યથાવત્, રાજીનામું સ્વીકારાયું નહીં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમગ્ર વિશ્વમાં સ્થાપિત લોહાણા મહાજન ટ્રસ્ટો અને બધી જ રઘુવંશી સંસ્થાઓ દ્વારા લોહાણા મહાપરિષદના પ્રમુખના રાજીનામાનો અસ્વીકાર કર્યો છે. પ્રવીણભાઈ કોટકનું રાજીનામું મંજૂર કરાશે તો સમાજમાં નિઃસ્વાર્થ ભાવે તન-મન અને ધનથી સેવા કરતાં અને સમાજને ઉપયોગી થતાં લોકો સમાજથી વિમૂખ થઈ જશે જેની સીધી અસર આવનારી પેઢી પર થશે.

લોહાણા અગ્રણીઓ વીણાબેન પાંધી, નીતિનભાઈ રાયચુરા, કાશ્મીરાબેન નથવાણી, યોગેશભાઈ પૂજારા સહિતનાઓએ જણાવ્યું છે કે, સમગ્ર વિશ્વમાં લોહાણા સમાજ દ્વારા સ્થાપિત લોહાણા મહાજન ટ્રસ્ટો સહિતની સંસ્થાઆે સાથે વિચાર વિમર્શ કર્યા બાદ એવા નિર્ણય પર આવ્યા છીએ કે, લોહાણા પરિવારોનું હિત જેમના હૈયે ધબકતું હોય, નખશીખ પ્રામાણિક, દાનવીર અને માતા-પિતાના સેવાના સંસ્કારો જેમના લોહીમાં વહે છે તેવા પ્રવીણભાઇ કોટકનું રાજીનામું કોઇપણ સંજોગોમાં સ્વીકારી શકાય નહીં. એમના માર્ગદર્શનની લોહાણા સમાજને સુપેરે જરૂર છે અને રહેશે. સમગ્ર વિશ્વમાં લોહાણા બંધુઆે-ભગિનીઆે પ્રવીણભાઈ કોટકની સાથે ખભે-ખભા મિલાવીને ઊભા છીએ ને આવનારા સમયમાં પણ અડીખમ ઊભા રહીશું.

ઉપવાસ કરતા યુવાનની તબિયત લથડતાં સારવારમાં
લોહાણા મહાપરિષદના વિરોધમાં શહેરના ત્રિકોણબાગ ખાતે ઉપવાસ કરી રહેલા પાંચથી વધુ યુવાનો પૈકી હિરેન મશરૂની તબિયત લથડતાં તેને 108 મારફત સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયો હતો. બગસરા તાલુકાના વાઘણિયા ગામના હિરેન મશરૂ સહિતના યુવાનોએ લોહાણા મહાપરિષદ સામે વિવિધ 10 મુદ્દાઓ અંગે રજૂઆત કરી હતી, પરંતુ કોઈ નિરાકરણ નહીં આવતા આખરે ત્રિકોણબાગે યુવાનોએ અનશન કરી દીધા હતા.

અન્ય સમાચારો પણ છે...