મહેશની ધરપકડ સામેનો સ્ટે રદ કરાવવા પોલીસ દિલ્હીમાં

બારદાન કૌભાંડમાં વીમો મંજૂર કરવા મહેશે મેનેજર પાસેથી 50 લાખની લાંચ લીધીalt146તી

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 03:51 AM
Rajkot - મહેશની ધરપકડ સામેનો સ્ટે રદ કરાવવા પોલીસ દિલ્હીમાં
રાજકોટ માર્કેટિંગ યાર્ડના બારદાન કાંડમાં સંડોવાયેલા દિલ્હીના મહેશની ધરપકડ સામે દિલ્હી કોર્ટે સ્ટે આપ્યો હતો. સ્ટે રદ કરવાની અપીલ સાથે રાજકોટ પોલીસે દિલ્હીમાં ધામા નાખ્યા છે અને આગામી દિવસોમાં તે અંગેનો નિર્ણય થશે.

રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં બારદાનના જથ્થામાં આગ લાગ્યા બાદ બારદાનનો રૂ.13.80 કરોડનો વીમો પકાવવાની ગુજકોટના મેનેજર મનોજ બ્રહ્મભટ્ટ સહિતનાઓએ તજવીજ કરી હતી, પરંતુ વીમા કંપનીઅે વીમો મંજૂર કર્યો નહોતો.કરોડોનો વીમો મંજૂર કરાવા મનોજ બ્રહ્મભટ્ટે દિલ્હીના અેડવોકેટ મહેશ તુલીનો સંપર્ક કર્યો હતો અને કરોડો રૂપિયાનો વીમો મંજૂર કરાવી દેવા માટે મહેશે એડવોકેટ મહેશ તુલીને રૂ.50 લાખની લાંચ આપી હતી. બારદાન કાંડમાં રિમાન્ડ દરમિયાન મનોજ બ્રહ્મભટ્ટ અને મગન સહિતનાઓની ઉપરોક્ત કબૂલાતને પગલે રાજકોટ પોલીસની ટીમ દિલ્હી દોડી ગઇ હતી, પરંતુ મહેશે કોર્ટનું શરણું લઇ લીધું હતું અને કોર્ટે મહેશની ધરપકડ સામે સ્ટે આપતાં પોલીસ ખાલી હાથ પરત આવી હતી. મામલો કોર્ટમાં પહોંચતા ક્રાઇમ બ્રાંચના પીઆઇ એચ.એમ.ગઢવી અને તેની ટીમ ફરીથી રાજકોટ દોડી ગઇ હતી. બારદાન કાંડમાં મહેશ તુલીની ધરપકડ અને પૂછપરછ શા માટે જરૂરી છે સહિતની વિગતો કોર્ટમાં રજૂ કરી મહેશની ધરપકડ સામેનો સ્ટે રદ કરવા રજૂઆત કરશે.

X
Rajkot - મહેશની ધરપકડ સામેનો સ્ટે રદ કરાવવા પોલીસ દિલ્હીમાં
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App