દારૂના 3 દરોડામાં 300 બોટલ સાથે બે પકડાયા

રાજકોટ | શહેરમાં પોલીસે વધુ જુદા જુદા ત્રણ સ્થળેથી વિદેશીદારૂની હેરાફેરી કરતાં બે શખ્સને શરાબની 300 બોટલ સાથે ઝડપી...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:51 AM
દારૂના 3 દરોડામાં 300 બોટલ સાથે બે પકડાયા
રાજકોટ | શહેરમાં પોલીસે વધુ જુદા જુદા ત્રણ સ્થળેથી વિદેશીદારૂની હેરાફેરી કરતાં બે શખ્સને શરાબની 300 બોટલ સાથે ઝડપી લીધા હતા.

થોરાળા પોલીસે આજી નદીનાં કાંઠે ચુનારાવાડ-1માં પસાર થતી કાર શંકાસ્પદ જણાતા તેને પોલીસે અટકાવી હતી. જો કે, ચાલક કાર મૂકી નાસી ગયો હતો, જ્યારે પોલીસે કારમાં તલાશી લેતા અંદરથી વિદેશીદારૂની 144 બોટલ મળી આવી હતી. પોલીસે દારૂનો જથ્થો, કાર કબજે કરી નાસી ગયેલા શખ્સને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. બીજા દરોડામાં ભક્તિનગર પોલીસે 80 ફૂટ રોડ પરથી ઢેબર રોડ, અટિકા-3માં રહેતા મિલન ચંદુ પરમાર નામના શખ્સને રિક્ષામાં વિદેશીદારૂની 132 બોટલ સાથે પકડી પાડ્યો હતો, જ્યારે આજી ડેમ પોલીસે ભીચરી રોડ પરથી ચુનારાવાડ-3ના સાગર કિશોર રાઠોડને રિક્ષામાં દારૂની 24 બોટલ સાથે ઝડપી લીધો હતો.

X
દારૂના 3 દરોડામાં 300 બોટલ સાથે બે પકડાયા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App