તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot આજે એશ્વર્યા મજમુદાર ગરબાની ધૂમ મચાવશે

આજે એશ્વર્યા મજમુદાર ગરબાની ધૂમ મચાવશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ શહેર દરેક તહેવારોની ઉજવણી આગવી ઢબે કરે છે. તેવી જ રીતે નવરાત્રીના નવ દિવસ પણ રાસ ગરબાની રમઝટ સાથે આ વર્ષે પણ નવરાત્રી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. રાસ ગરબા રમવાના રસિયાઓ માટે આજે વિરાણી હાઇસ્કૂલ મેદાનમાં વેલકમ નવરાત્રી 2018નો ધમાકેદાર મહોત્સવ યોજાશે. જેમાં દાંડિયા પ્રિન્સેસ એશ્વર્યા મજમુદાર ખેલૈયાઓને પ્રોત્સાહિત કરવા ખાસ ઉપસ્થિત રહેશે. મુંબઇના જાણીતા ઓરકેસ્ટ્રા સાથે એશ્વર્યા મજમુદાર પણ પોતાના જાદુઇ અવાજથી ગરબાની રમઝટ બોલાવશે. રવિવારના સાંજે એશ્વર્યા મજમુદાર અને ઓરકેસ્ટ્રાની ટીમ મોરે પીયા, જગ ઘુમિયા, મારુ મન મોહી ગયું જેવા લોકગીતોને રજૂ કરશે. રાસ ગરબાના ખેલૈયાઓને પ્રોત્સાહિત કરવા વેલકમ નવરાત્રી મહોત્સવમાં વિવિધ કેટેગરીમાં ઇનામો આપવામાં આવશે. દર વર્ષથી જેમ આ વર્ષે પણ અદ્યતન સાઉન્ડ સિસ્ટમ ખેલૈયાઓનો રાસ રમવાનો ઉત્સાહ વધારશે.

અન્ય સમાચારો પણ છે...