ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર| રાજકોટ
મહાનગરપાલિકાની આગામી 13 ઓગસ્ટના યોજાનારજનરલ બોર્ડમાં પ્રેક્ષક ગેલેરી ખોલવા કોંગ્રેસના કોર્પોરેટરોએ મેયરને રજૂઆત કરી હતી, પરંતુ મેયરે પ્રેક્ષક ગેલેરી ખોલવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. મેયરે જણાવ્યું હતું કે, પ્રેક્ષક ગેલેરી બંધ કરવા પાછળ કોંગ્રેસ જ જવાબદાર છે.પ્રેક્ષક ગેલેરીમાંથી કૂદી અંદર આવ્યા અને ધમાલ કરી હોવાથી તે બંધ જ રાખવામાંઆવશે.
કોંગ્રેસના કોર્પોરેટરોએ વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠિયા, ઉપનેતા મનસુખ કાલરિયાની આગેવાનીમાંગુરુવારે મેયર બિનાબેન આચાર્યને આગામી જનરલ બોર્ડમાં પ્રેક્ષક ગેલેરી ખોલવા રજૂઆત કરી હતી. સાગઠિયા અને કાલરિયાએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે, સામાન્ય સભાની કાર્યવાહી શહેરના નાગરિકો નિહાળી શકે, સાંભળી શકે તે માટે પ્રેક્ષક ગેલેરીમાં કોઇપણ વ્યક્તિઓને નિયમાનુસાર પ્રવેશ આપવાનો હોય છે જે રાજકોટ મનપાના સભાગૃહની પ્રેક્ષક ગેલેરીમાં આપવામાં આવતો નથી. છેલ્લા એકા‘દ વર્ષથી પ્રેક્ષક ગેલેરી બંધ હોવાથી જનરલ બોર્ડની કાર્યવાહી અંગે શહેરીજનોને માહિતી મળતી નથી. ત્યારે આ ગેલેરી ખોલવામાં આવે તો શહેરીજનો પણ બોર્ડની કાર્યવાહીથી વાકેફ થાય.પ્રેક્ષક ગેલેરી ખોલવામાંનહીં આવે તો કોંગ્રેસના કોર્પોરેટરોએ આંદોલન કરવાની ચીમકી ઉચારી હતી.
કોંગ્રેસની રજૂઆતના પગલે મેયર બિનાબેન આચાર્યનેકહ્યું હતું કે, અગાઉ બોર્ડમાં જ્યારે પ્રેક્ષક ગેલેરી ખુલ્લી હતી ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓએ રેલિંગ કૂદી અંદર આવ્યા, મેયર ઉપર સ્પ્રે છાંટ્યા, પેપરનાઘા કર્યા, બેનર કાઢવા સહિતનું કામ કોંગ્રેસે કર્યું છે. તેથી પ્રેક્ષક ગેલેરી ખોલીશકાય નહીં.
અમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે
પણ જો તમે ભૂલથી "Block" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો