Home » Saurashtra » Latest News » Rajkot City » Rajkot - RTOમાં ડ્રાઈવિંગ ટેસ્ટ બંધ, 200 એપોઇન્ટમેન્ટ રદ

RTOમાં ડ્રાઈવિંગ ટેસ્ટ બંધ, 200 એપોઇન્ટમેન્ટ રદ

Divyabhaskar.com | Updated - Sep 12, 2018, 03:50 AM

ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર|રાજકોટ આરટીઓનો ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક મંગળવારે ફરી બંધ પડી જતા વાહનચાલકોની એડવાન્સ...

  • Rajkot - RTOમાં ડ્રાઈવિંગ ટેસ્ટ બંધ, 200 એપોઇન્ટમેન્ટ રદ
    ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર|રાજકોટ

    આરટીઓનો ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક મંગળવારે ફરી બંધ પડી જતા વાહનચાલકોની એડવાન્સ લીધેલી 200થી વધુ એપોઇન્ટમેન્ટ રદ કરવી પડી હતી. શહેરના પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીમાં ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક બંધ પડી જવાની સમસ્યા અવારનવાર સર્જાય છે. છેલ્લા ઘણા સમયથી ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેકના 183 પૈકીના 150થી વધુ સેન્સર બંધ પડી ગયા છે. સેન્સર ખરાબ થઇ જવાને લીધે હાલ આરટીઓના કર્મચારીઓ મેન્યુઅલી પધ્ધતિથી ટેસ્ટ લઇ રહ્યા છે, મંગળવારે ફરી ટ્રેક ખરાબ થઇ જતા અમદાવાદથી ટેક્નિશિયન બોલાવવા પડ્યા છે. મંગળવારે ટ્રેક બંધ પડી જતા બુધવારની ટુ વ્હિલર અને ફોર વ્હિલરની 200થી વધુ એપોઇન્ટમેન્ટ રદ કરવી પડી છે જેની ટેસ્ટ હવે શુક્રવારે લેવાશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ