ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર| રાજકોટ
વોર્ડ નં.13માં આવેલા મહાનગરપાલિકાના કોમ્યુનિટી હોલમાં ગુરુવારે એક પ્રસંગ દરમિયાન ગેસના બાટલામાં આગ લાગી હતી. આગ લાગતાં તેને તુરંત કાબૂમાં લઇ લેવામાં આવી હતી, પરંતુ મનપા શહેરમાં ફાયર સેફ્ટીના સાધનો નહીં હોવાથી નોટિસ ફટકારે છે અને ખુદના કોમ્યુનિટી હોલમાં સેફ્ટીના એક પણ સાધનો જોવા મળ્યા નથી. કોંગ્રેસના કોર્પોરેટરે મનપાની બેદરકારીના દુર્ઘટના બની હોવાનો આક્ષેપ કર્યો છે.
વોર્ડ નં.13માં આવેલા વસંતરાવ ગજેન્દ્ર ગડકર કોમ્યુનિટી હોલમાં ગુરુવારે આગ લાગી હતી. આગ લાગતા વોર્ડના કોર્પોરેટર જાગૃતેબેન ડાંગર સ્થળ પર દોડી ગયા હતા. ડાંગરે જણાવ્યું હતું કે, ફાયર બ્રિગેડ શાખા ફાયર સેફ્ટીના સાધનો નહીં હોવાથી શહેરમાં નોટિસો આપે છે અને ખુદ મનપાના જ કોમ્યુનિટી હોલમાં સેફ્ટીના એક પણ સાધનો જોવા મળતા નથી. આ હોલમાં ગેસના બાટલા વાપરવાની મનાઇ હોવા છતાં ત્યાં ગેસના બાટલાથી રસોઇ થઇ રહી હતી અને જ્યાં રસોડું અને ચોકડીની સુવિધા હોવા છતાં ગેલેરીમાં રસોઇ બનાવવામાં આવી રહી હતી. આ ઘટના જો મોટું સ્વરૂપ ધારણ કરે તો પ્રસંગમાં આવેલા લોકોના જીવ ઉપર જોખમ ઊભું થાય. આ ઘટનાને પગલે જવાબદાર હોય તે અધિકારી સામે પગલાં લેવા જોઇએ.
ગેલેરીમાં આગ લાગતા થોડીવાર દોડધામ મચી ગઈ હતી.
અમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે
પણ જો તમે ભૂલથી "Block" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો