Home » Saurashtra » Latest News » Rajkot City » Rajkot - ટેક્સ નહીં ભરનારની મિલકત ટાંચમાં લેવાશે, પોલીસ ફરિયાદ કરાશે

ટેક્સ નહીં ભરનારની મિલકત ટાંચમાં લેવાશે, પોલીસ ફરિયાદ કરાશે

Divyabhaskar.com | Updated - Sep 12, 2018, 03:50 AM

જીએસટી લાગુ પડી ગયા બાદ પણ જે 4 હજાર વેપારીઓએ વેટની લેણી નીકળતી ટેક્સની રકમ નથી ભરી તેની સામે કાર્યવાહી શરૂ...

  • Rajkot - ટેક્સ નહીં ભરનારની મિલકત ટાંચમાં લેવાશે, પોલીસ ફરિયાદ કરાશે
    જીએસટી લાગુ પડી ગયા બાદ પણ જે 4 હજાર વેપારીઓએ વેટની લેણી નીકળતી ટેક્સની રકમ નથી ભરી તેની સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જો બાકીદારો ટેક્સની રકમ નહીં ભરે તો તેની મિલકત ટાંચમાં લેવાશે અને જેની પાસે મિલકત નહીં હોય તેની સામે પોલીસ ફરિયાદ થશે. રાજકોટ ડિવિઝનના 4 હજાર વેપારીઓની કરોડો રૂપિયાની લેણી નીકળતી રકમ બાકી છે.

    આ અંગે જીએસટીના જોઈન્ટ કમિશનર ડી.વી.ત્રિવેદીના જણાવ્યાનુસાર જીએસટી વિભાગે બાકીદારો સામે લેણી નીકળતી રકમ વસૂલાત કરવા માટે ઉચ્ચ કક્ષાએથી આદેશ કરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે બાકીદારોને નોટિસ આપવામાં આવી છે અને નક્કી કરેલી મુદતમાં તાકીદ કરી છે કે તેનો બાકી રહેતો ટેક્સ ભરી આપે. આ નોટિસ મળ્યે કેટલાક બાકીદારો ટેક્સ ભરી દેશે તેવી સંભાવના છે અને જે ટેક્સ નહીં ભરે તો તેની સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે.જરૂર પડ્યે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ