Divya Bhaskar

Home » Saurashtra » Latest News » Rajkot City » ભિક્ષુકોની અટકાયતની કામગીરી થતા 7 માસના બાળકને છોડીને મા-બાપ ભાગ્યા

ભિક્ષુકોની અટકાયતની કામગીરી થતા 7 માસના બાળકને છોડીને મા-બાપ ભાગ્યા

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 03:50 AM

શાસ્ત્રી મેદાનમાં તંત્રની ડ્રાઈવ વખતે હાથમાં ન આવે અેટલે બાળકને તરછોડી દીધું શહેરમાં વિવિધ જગ્યાએથી 12...

  • ભિક્ષુકોની અટકાયતની કામગીરી થતા 7 માસના બાળકને છોડીને મા-બાપ ભાગ્યા
    સમાજ સુરક્ષા વિભાગે ભિક્ષાવૃત્તિ કરતા લોકોની અટકાયત કરવા માટે ગુરુવારે ખાસ ડ્રાઈવનું આયોજન કર્યું હતું. વહેલી સવારથી જ શહેરના અલગ અલગ વિસ્તારમાં વિભાગ ત્રાટક્યું હતું. અલગ અલગ વિસ્તારમાંથી 56 વયસ્ક અને 12 બાળકોને રેસ્ક્યૂ કરાયા હતા, જ્યારે શાસ્ત્રીમેદાનમાં ટીમ પહોંચી તો એક દંપતી તેના 7 માસના બાળકને સૂતેલો છોડીને ભાગી જતા વિભાગે બાળકનો કબજો લીધો હતો.

    ગુરુવારે સમાજ સુરક્ષા વિભાગ, બાળ સુરક્ષા વિભાગ, પોલીસ અને મજૂર વિભાગે સંયુક્ત રીતે ડ્રાઈવ હાથ ધરી હતી. શહેરના શાસ્ત્રીમેદાન, રેસકોર્સ, જામનગર રોડ, જ્યુબિલી ગાર્ડન, હોસ્પિટલ ચોક, શાસ્ત્રીમેદાન, બસ સ્ટેન્ડ અને બાલાજી મંદિર જેવા ભિક્ષુકોથી ભરાયેલા વિસ્તારોમાં ડ્રાઈવ શરૂ કરી હતી. શાસ્ત્રીમેદાનમાં ટીમ ત્રાટકતા ત્યાં પડ્યા પાથર્યા રહેતા લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. આ ભાગદોડ દરમિયાન એક દંપતી કે જેણે પોતાના સાત માસના બાળકને ઝાડ પર બાંધેલા હીચકામાં સૂવડાવ્યો હતો તેને છોડીને ભાગી ગયા હતા. વિભાગને હીચકો ધ્યાને આવતા બાળકને બચાવ્યું હતું અને શેલ્ટર હોમમાં લાવી મા - બાપની શોધ આદરી હતી. મા-બાપ મળી આવતા સાંજના સમયે કાર્યવાહી હાથ ધરી હતી. સમાજ સુરક્ષા વિભાગના મિત્સુબેન વ્યાસના જણાવ્યા અનુસાર માતા-પિતાને આ બાળક સોંપવામાં આવે તે પહેલા સોગંદનામું કરાશે. એ પૂછવામાં આવશે કે તેઓ બાળકને આવી રીતે તરછોડશે નહીં અને સાચવવામાં સક્ષમ ન હોય તો સમાજ સુરક્ષા વિભાગને સોંપે જેથી તેનો સારી રીતે ઉછેર થઇ શકે.

    રેસ્ક્યૂ કરાયેલા ભિક્ષુકોમાં 12 બાળકો છે જ્યારે વયસ્કોમાં 31 પુરુષ અને 25 મહિલાઓ છે. આ તમામને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. કોર્ટ જે ભિક્ષુકોને સુધાર ગૃહમાં મોકલવાની મંજૂરી આપશે તેને મોકલાશે, જ્યારે બીજાને છોડવા કે બીજી કોઇ કાર્યવાહી કરવી તે અંગે પણ કોર્ટ નિર્ણય લેશે. મહિલા ભિક્ષુકો માટે સુધાર ગૃહ બની ગયું હોવાથી હવે તેમને અમદાવાદ મોકલાવાને બદલે રાજકોટમાં જ રાખવામાં આવશે.

    સમાજ સુરક્ષા વિભાગે ભિક્ષાવૃત્તિ કરતા લોકોની અટકાયત કરી કાર્યવાહી કરી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending