• Gujarati News
  • National
  • ચેતેશ્વર પૂજારા, રવીન્દ્રની ટેસ્ટ મેચમાં બાદબાકી આશ્ચર્યજનક

ચેતેશ્વર પૂજારા, રવીન્દ્રની ટેસ્ટ મેચમાં બાદબાકી આશ્ચર્યજનક

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટેસ્ટ મેચમાં રાહુલ દ્રવિડ બાદ ધ વોલનું ઉપનામ ધરાવતા સૌરાષ્ટ્રના ચેતેશ્વર પૂજારા અને રવીન્દ્ર જાડેજાની ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં સમાવેશ કરવામાં આવ્યો છે, પરંતુ ચેતેશ્વર પૂજારા અને રવીન્દ્ર જાડેજા કે જે બંને ટેસ્ટ માટે પરફેક્ટ હોવા છતાં બંનેની પ્રથમ ટેસ્ટની ટીમમાંથી બાદબાકી કરતાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન અને કોચના આવા આશ્ચર્યજનક નિર્ણયથી ક્રિકેટ રસિકોમાં નારાજગી ફેલાઇ છે. ચેતેશ્વર પૂજારા તો છેલ્લા બે વર્ષથી ઇંગ્લેન્ડની પ્રતિષ્ઠિત ગણાતી કાઉન્ટિમાં પણ રમતો હોય અને ત્યાંની પીચથી પૂરેપૂરો વાકેફ હોવા છતાં તેને કયા કારણોસર ટીમમાં ન સમાવાયો તે અંગે રસિકોમાં આક્રોશ છે.

અન્ય સમાચારો પણ છે...