• Home
  • Saurashtra
  • Latest News
  • Rajkot City
  • Rajkot - જેતપુરના ડાઈંગ પ્રિન્ટર્સ એસો.ના સભ્યો ગાંધીનગર દોડી ગયા

જેતપુરના ડાઈંગ પ્રિન્ટર્સ એસો.ના સભ્યો ગાંધીનગર દોડી ગયા

ચારેય પ્લાન્ટના વીજજોડાણ કાપવા સંદર્ભે રિવોકેશન ઓર્ડર આવી જાય તેવી સંભાવના

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 03:50 AM
Rajkot - જેતપુરના ડાઈંગ પ્રિન્ટર્સ એસો.ના સભ્યો ગાંધીનગર દોડી ગયા
જેતપુરના સાડી ઉદ્યોગના કેમિકલયુક્ત ગંદાંપાણીને શુધ્ધિકરણ કરવાના ચારેય પ્લાન્ટના વીજજોડાણ કાપી નાખવાનો જીપીસીબીએ હુકમ કર્યેા છે ત્યારે આ સંદર્ભે મંગળવારે જેતપુરના ડાઈંગ પ્રિન્ટર્સ એસો.ના સભ્યોઅે ગાંધીનગરમાં જીપીસીબીના અધિકારી સાથે બેઠક કરી હતી.પ્રદૂષણયુક્ત પાણીના નિકાલની સમસ્યાનો ઉકેલ લાવવા પ્રયાસો ચાલુ કરવામાં આવ્યા છે, જ્યારે બીજી તરફ આ પ્રકરણમાં રિવોકેશન ઓર્ડર આવી જાય તેવી સંભાવના છે. જો રિવોકેશન ઓર્ડર આવી જશે તો વીજજોડાણ કાપવામાં નહીં આવે.

જેતપુરમાં ધારેશ્વર જીઆઈડીસી અને જેતપુર ડાઈંગ પ્રિન્ટિંગ એસો.ને ગંદાં અને કેમિકલયુક્ત પાણી ભાદર નદીમાં છોડવા માટે જીપીસીબીને નોટિસ આપી હતી.હુકમ કર્યો હતો કે,એસો.ના સીઈટીપી અને એસટીપી પ્લાન્ટના વીજજોડાણ કાપવામાં આવે. આ હુકમ મળ્યા બાદ જીપીસીબીએ પીજીવીસીએલને વીજગ્રાહક નંબર પણ પૂરા પાડ્યા હતા. નોટિસ મળતાની સાથે જ જેતપુરના ઉદ્યોગકારો ગાંધીનગર દોડી ગયા હતા અને અધિકારી સાથે બેઠક કરી હતી. આ અંગે વીજ ઈજનેર કે.જે.પાઘડારના જણાવ્યાનુસાર આ પ્રકરણમાં વીજજોડાણ કાપવા માટે 14 સપ્ટેમ્બર સુધી મુદત આપવામાં આવી છે.જો આ સમયગાળામાં રિવોકેશન ઓર્ડર નહીં આવે તો વીજજોડાણ કાપવામાં આવશે.જો આવું બનશે તો જેતપુરના 1500 ઉદ્યોગો બંધ થઈ જશે અને 50 હજારથી વધુ કારીગરો બેેકાર બની જશે.

X
Rajkot - જેતપુરના ડાઈંગ પ્રિન્ટર્સ એસો.ના સભ્યો ગાંધીનગર દોડી ગયા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App