• Home
  • Saurashtra
  • Latest News
  • Rajkot City
  • CCTV કેમેરા ફિટ કરતી વેળાએ શોર્ટ સર્કિટ થતાં યુવાનનું ભેદી મોત

CCTV કેમેરા ફિટ કરતી વેળાએ શોર્ટ સર્કિટ થતાં યુવાનનું ભેદી મોત

રાજકોટ| કાલાવડ રોડ, કેકેવી ચોક પાસે આવેલા સ્પ્રાઇડ ક્યુરેટ બિલ્ડિંગના સેલરમાં સીસીટીવી કેમેરા ફિટ કરતી વેળાએ...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:50 AM
CCTV કેમેરા ફિટ કરતી વેળાએ શોર્ટ સર્કિટ થતાં યુવાનનું ભેદી મોત
રાજકોટ| કાલાવડ રોડ, કેકેવી ચોક પાસે આવેલા સ્પ્રાઇડ ક્યુરેટ બિલ્ડિંગના સેલરમાં સીસીટીવી કેમેરા ફિટ કરતી વેળાએ થયેલા શોર્ટ સર્કિટમાં કામ કરી રહેલા મૂળ ભાવનગરના સંદિપ હિંમતભાઇ વસાણી નામના યુવાનનું ભેદી રીતે મોત નીપજ્યું છે. બનાવ અંગે યુનિવર્સિટી રોડ પોલીસ મથકના મહિલા એએસઆઇ કે.આર.કાનાબારે વિગત આપતા કહ્યું કે, યુવાન રાજકોટમાં મિત્ર સાથે ભાડાનાં મકાનમાં રહી નોકરી કરતો હતો. દરમિયાન ગુરુવારે સંદિપ સેલરમાં કેમેરા ફિટ કરી રહ્યો હતો. ત્યારે પ્લગ ભરાવવા જતાં શોર્ટ સર્કિટને કારણે ભડકો થયો હતો. જેમાં સંદિપ બેભાન થઇ ગયા બાદ તેનું મોત નીપજ્યું હતું. બનાવનું કારણ જાણવા એફએસએલ તેમજ પીજીવીસીએલની મદદ લેવાઇ છે.

X
CCTV કેમેરા ફિટ કરતી વેળાએ શોર્ટ સર્કિટ થતાં યુવાનનું ભેદી મોત
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App