તરણેતરના મેળામાં જવા 150 એસટી બસ દોડાવાશે: ભાડું રૂ. 95

Rajkot - તરણેતરના મેળામાં જવા 150 
 એસટી બસ દોડાવાશે: ભાડું રૂ. 95

DivyaBhaskar News Network

Sep 12, 2018, 03:50 AM IST
ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર | રાજકોટ

રાજકોટ એસ.ટી.ડિવિઝન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વ પ્રસિદ્ધ તરણેતરના મેળામાં જવા માટે રાજકોટ ડિવિઝન હેઠળ આવતા તમામ ડેપોમાંથી રાઉન્ડ ધી કલોક બસ દોડાવવા માટે 150 બસ ફાળવવામાં આવી છે. 12થી 15 સપ્ટેમ્બર ચાર દિવસ સુધી દિવસ-રાત તરણેતરના મેળામાં જવા માટે બસ મુકાશે. રાજકોટથી તરણેતરના મેળામાં જતી નોનસ્ટોપ બસનું ભાડું રૂપિયા 95 રખાયું છે. રાજકોટ એસ.ટી ડિવિઝન હેઠળ આવતા 9 ડેપોમાંથી બસ દોડાવાશે જેમાં રાજકોટની 25 બસ ઉપરાંત ચોટીલા, થાન, હળવદ, ધ્રાંગધ્રા, મોરબી, વાંકાનેર, સુરેન્દ્રનગર અને ગોંડલનો સમાવેશ થાય છે.

વિભાગીય નિયામક દિનેશ જેઠવાએ જણાવ્યું કે, પ્રખ્યાત તરણેતરના મેળામાં જવા માટે માત્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાંથી જ નહીં પણ દેશ-વિદેશમાંથી ભાવિકો આવે છે. દર વર્ષે એસ.ટી નિગમ મુસાફરોની સુવિધા માટે છેક તરણેતરના મેળા સુધી એસ.ટી બસ દોડાવે છે. આ વખતે પણ 150 બસનું આયોજન છે. યાત્રિકોનો ટ્રાફિક વધે તો હજુ વધારાની બસ મુકાશે.

આજથી મોરબી-વાંકાનેર વચ્ચે સ્પે. ડેમુ ટ્રેન દોડાવાશે

તરણેતરના મેળા દરમિયાન મુસાફરોની સુવિધા માટે તારીખ 12થી 15 સપ્ટેમ્બર ચાર દિવસ સુધી વાંકાનેર તથા મોરબી વચ્ચે સ્પેશિયલ ડેમુ ટ્રેન દોડાવવામાં આવશે. તેમ ડિવિઝનલ રેલવે મેનેજર પી.બી. નિનાવેએ જણાવ્યું હતું. મોરબીથી 14 કલાકે ઉપડશે અને પરત વાંકાનેરથી 15 વાગે ઉપડશે.

X
Rajkot - તરણેતરના મેળામાં જવા 150 
 એસટી બસ દોડાવાશે: ભાડું રૂ. 95
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી