• Gujarati News
  • National
  • બાગી | ચેમ્બરમાં પ્રમુખે તાળાં માર્યા ખાટરિયા | પેઢી નથી તે તાળાં મારું

બાગી | ચેમ્બરમાં પ્રમુખે તાળાં માર્યા ખાટરિયા | પેઢી નથી તે તાળાં મારું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ જિલ્લા પંચાયતમાં હવે પ્રમુખની નિમણૂક અને સમિતિઓની રચના સહિતના મુદ્દા પૂરા થઇ જતા હવે નાની નાની બાબતોને પણ મુદ્દા બનાવવામાં આવી રહ્યા છે. આવી જ એક સ્થિતિનું સોમવારે સવારે નિર્માણ થયું હતું કે, જેમાં સમિતિઓની ચેમ્બરમાં બેસવા મુદ્દે પૂર્વ કારોબારી ચેરમેન ખાટરિયાએ તાળાં મરાવ્યાનો આક્ષેપ કર્યો હતો. જો કે ખાટરિયાએ આ મુદ્દે સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો.

સોમવારે કોંગ્રેસના કેટલાક બાગી સભ્યો ભાજપના ધારાસભ્ય લાખા સાગઠિયા, પોરબંદરના પૂર્વ સાંસદ હરિ પટેલ તેમજ અમુક ગામોના સરપંચો પંચાયતની કચેરીએ સાથે આવ્યા હતા. તમામ આરોગ્ય સમિતિની ચેમ્બરમાં બેઠા હતા. વાતચીત દરમિયાન કેટલાક સભ્યોએ જણાવ્યું કે, સવારે તેઓ આવ્યા ત્યારે બધી ચેમ્બરમાં તાળાં હતા અને કર્મચારીઓને પૂછતા કહ્યું કે, પ્રમુખની સૂચના છે કે બધી ચેમ્બર બંધ કરો અને ન કહેવાય ત્યાં સુધી તાળાં રાખો. આ મામલે કર્મચારીઓનો ઊધડો લઇ ચેમ્બર ખોલાવી હતી. એવી ટિપ્પણી કરી હતી કે, અર્જુન ખાટરિયા હવે મનમાની કરી રહ્યા છે. બાળ કલ્યાણ અને સિંચાઈ સમિતિની મુદ્દત પૂરી ન થઇ હોવા છતાં તેમાં તાળાં મારી દીધા હતા. મુદત પૂર્ણ હોય તો પણ ધારાસભ્ય પંચાયતના માનદ સભ્ય છે એટલે પ્રોટોકોલ મુજબ તેમને ચેમ્બરમાં બેસાડવા તેના તાળાં પણ ખોલવા પડે. આ મુદ્દે અર્જુન ખાટરિયાએ સ્પષ્ટ શબ્દોમાં ઈનકાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ‘સાવ ખોટી વાત છે, પંચાયત ઘરની પેઢી નથી તો તેમાં તાળાં મારવા માટે સૂચના આપવામાં આવે. આ બધા સાવ ખોટા બહાના અને આક્ષેપો છે. મારી કારોબારીના ચેરમેન તરીકે મુદ્દત પૂર્ણ થયાના એક દિવસ પહેલાં જ સમિતિની ચેમ્બર ખાલી કરી નાંખી હતી તેમાં હું બેસી જ ન શકું. તો પછી બીજા અધ્યક્ષોની ચેમ્બરમાં તાળાં મારવાની સૂચના ન આપવામાં આવે તે સીધી વાત છે. આ બધી સાવ પાયાવિહોણી અને વાહિયાત બાબતો છે.’

અન્ય સમાચારો પણ છે...