• Gujarati News
  • National
  • લાખાજીરાજ રોડ પર નવું પાર્કિંગ બનાવવાની યોજના

લાખાજીરાજ રોડ પર નવું પાર્કિંગ બનાવવાની યોજના

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર| રાજકોટ

ટ્રાફિક નિયમન માટે શરૂ થયેલી ઝુંબેશ સોમવારે શાસ્ત્રીમેદાન, ઢેબરરોડ, યુનિ. રોડ સહિતના વિસ્તારમાં હાથ ધરવામાં આવી હતી. જ્યાંથી 97 રેંકડી, 612 ટેબલ, ખુરશી, પ્લાસ્ટિકના મુંડા, કેરેટ, કેબિન, સ્ટીલ ઘોડા સહિતની સામગ્રી જપ્ત કરવામાં આવી હતી. ત્રિકોણબાગ તથા આસપાસના વિસ્તારમાં ટ્રાફિક પ્રશ્ન હલ કરવા લાખાજીરાજ રોડ પર નવું પાર્કિંગ બનાવામાં આવશે, એ ડિવિઝન પાસેના ભંગાર વાહનો દૂર કરી પ્લોટમાં મુકાશે, સિટીબસ અલગ લેન પર ઊભી રહે તે માટે સૂચના અપાશે.

મનપાની જગ્યારોકાણ શાખાની ટીમે શાસ્રીમેદાન, ત્રિકોણબાગ, ઢેબર રોડ, યુનિ. રોડ સહિતના વિસ્તારોમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં માર્ગો પરથી 97 રેંકડી, 37 પ્લાસ્ટિક પાઇપ, 200 ખુરશી, 329 પ્લાસ્ટિકના મુંડા, 22 કેરેટ, 6 ટેબલ, 8 કેબિન, 10 સ્ટીલના ઘોડા જપ્ત કરવામાં આવ્યા હતા. મ્યુનિસિપલ કમિશનર બંછાનીધિ પાનીએ જણાવ્યું હતું કે, ત્રિકોણબાગ પાસેનો ટ્રાફિક પ્રશ્ન હલ કરવા માટે એ ડિવિઝન પાસેના ભંગાર વાહનો અન્યત્ર ખસેડવામાં આવશે. સિટીબસ રોડ પર ઊભી રહેતા ટ્રાફિક થાય છે તેથી તે અલગ લેન પર ઊભી રાખવામાં આવશે, તેમજ લાખાજીરાજ રોડ પર મનપાનો પ્લોટ છે ત્યાં પાર્કિંગ બનાવવામાં આવશે. ટ્રાફિક પ્રશ્ન હલ કરવા માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવશે.

સ્કૂલ બહાર પાર્કિંગ કરાવતા સંચાલકોને બે દિવસની મુદ્દત
શહેરની તમામ સ્કૂલ અને મોલ તેમજ કોમર્શિયલ કોમ્પ્લેક્સ કે જેમની પાસે પાર્કિંગની જગ્યા છે. આમ છતાં વાહન બિલ્ડિંગ બહાર પાર્ક કરાવવામાં આવી રહ્યા છે. તેવા બિલ્ડિંગ, મોલ અને સ્કૂલ સંચાલકોને નોટિસ આપવામાં આવી છે. આ તમામને બે દિવસમાં પાર્કિંગની જગ્યા ખુલ્લી કરવા સૂચના આપી છે. જો તેમ નહીં કરે તો મનપા પાર્કિંગની જગ્યા ખુલ્લી કરાવશે.

વેપારીઓના એક ફૂટના ઓટાનું દબાણ માફ કરો
શહેરમાં વેપારીઓએ પોતાની દુકાન બંધ કરવા તેમજ આવન જાવન માટે એક ફૂટના ઓટા બનાવ્યા હોય છે. આ ઓટાનું દબાણ દૂર કરવાનું બંધ થવું જોઇએ તેવું તંત્રને કહ્યું છે, પરંતુ તેનાથી મોટા તમામ દબાણો દૂર કરવા તેમજ ફૂટપાથ કે જે શહેરીજનો માટે ચાલવા માટે બનાવી છે તેના પરનું દબાણ જપ્ત કરવા તેમજ દુકાન બહાર ત્રણ-ચાર ફૂટનું દબાણ બહાર કર્યું હોય તે દૂર કરવામાં આવશે. ઉદય કાનગડ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન

અન્ય સમાચારો પણ છે...