• Home
  • Saurashtra
  • Latest News
  • Rajkot City
  • Rajkot - SBIની પડધરી, વીંછિયા, લોધિકામાં લોનની પેન્ડિંગ અરજીનો નિકાલ કરો

SBIની પડધરી, વીંછિયા, લોધિકામાં લોનની પેન્ડિંગ અરજીનો નિકાલ કરો

એડમિનિસ્ટ્રેશન રિપોર્ટર|રાજકોટ રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મંગળવારે ડિસ્ટ્રિક્ટ લેવલ બેન્કર્સ કમિટીની...

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 03:50 AM
Rajkot - SBIની પડધરી, વીંછિયા, લોધિકામાં લોનની પેન્ડિંગ અરજીનો નિકાલ કરો
એડમિનિસ્ટ્રેશન રિપોર્ટર|રાજકોટ

રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મંગળવારે ડિસ્ટ્રિક્ટ લેવલ બેન્કર્સ કમિટીની બેઠક યોજાઇ હતી જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની બેન્કેબલ યોજના, સમાજ કલ્યાણની વિકસિત જાતિની બેન્કેબલ યોજના, ડીઆરડીએના સખીમંડળોને લોન આપવાની યોજનાની કામગીરીની સમીક્ષા કરાઇ હતી. જેમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની અમુક બ્રાન્ચમાં બેથી અઢી મહિના જેટલો સમય વીતી જવા છતાં લોન અરજીનો નિકાલ કરાયો ન હોય તાકીદે નિકાલ કરવા આદેશ કરાયો હતો.

અધિક કલેક્ટર પરિમલ પંડ્યાએ જણાવ્યું હતું કે, દર 3 મહિને બેન્કોની વિવિધ યોજનાઓ હેઠળ અપાતી લોન અને અન્ય કામગીરીની સમીક્ષા કરાય છે જે મુજબ મંગળવારે જિલ્લાની વિવિધ બેન્કોના કન્ટ્રોલરની બેઠક યોજાઇ હતી. જેમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની પડધરી, વીંછિયા અને લોધિકામાં લોનની પેન્ડિંગ અરજીઓ બેથી અઢી માસ બાદ પણ નિકાલ ન કરાતો હોવાનું ધ્યાનમાં આવતા તમામ બ્રાન્ચના અધિકારીઓને પેન્ડિંગ અરજીનો નિકાલ કરવા આદેશ કરાયો છે. આ બેન્કોમાં અલગ-અલગ યોજના હેઠળ લોન માટેની અરજીઓ પેન્ડિંગ હતી.

X
Rajkot - SBIની પડધરી, વીંછિયા, લોધિકામાં લોનની પેન્ડિંગ અરજીનો નિકાલ કરો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App