Home » Saurashtra » Latest News » Rajkot City » રાજકોટ | રાજકોટનું હીર રાજસ્થાનમા ઝળક્યું છે. રાજકોટના અને હાલ

રાજકોટ | રાજકોટનું હીર રાજસ્થાનમા ઝળક્યું છે. રાજકોટના અને હાલ

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 03:50 AM

રાજકોટ | રાજકોટનું હીર રાજસ્થાનમા ઝળક્યું છે. રાજકોટના અને હાલ રાજસ્થાનના અજમેર ખાતેની મેયો બોયઝ કોલેજમાં ધો.11માં...

  • રાજકોટ | રાજકોટનું હીર રાજસ્થાનમા ઝળક્યું છે. રાજકોટના અને હાલ
    રાજકોટ | રાજકોટનું હીર રાજસ્થાનમા ઝળક્યું છે. રાજકોટના અને હાલ રાજસ્થાનના અજમેર ખાતેની મેયો બોયઝ કોલેજમાં ધો.11માં અભ્યાસ કરતાં પદ્મનાભ અર્જુનસિંહ રાણાએ તાજેતરમાં અજમેર ખાતે પાંચમી જિલ્લા રાઇફલ શૂટિંગની સ્પર્ધા યોજાઇ હતી. જેમાં પદ્મનાભે 10 મી.રાઇફલ શૂટિંગમાં ઉત્તમ પ્રદર્શન કરી સિનિયર અને જુનિયર વિભાગમાં ગોલ્ડ મેડલ, જ્યારે યૂથ વિભાગમાં સિલ્વર મેડવી ડંકો વગાડ્યો હતો. રાઇફલ શૂટિંગ સ્પર્ધાના ત્રણેય અલગ અલગ જૂથમાં મેડલ મેળવતા પદ્મનાભને સ્પર્ધાના અંતે સર્વશ્રેષ્ઠ શૂટરનો ખિતાબ આપી સન્માનિત કરવામાં આવ્યાં હતા. પદ્મનાભની ખેલો ઇન્ડિયા અંતર્ગત જુનિયર ઇન્ડિયામાં પણ શૂટર તરીકે પસંદગી થઇ છે. પદ્મનાભના પિતા અર્જુનસિંહ રાણા કે જેઓ સૌરાષ્ટ્રની રણજી ટીમના મેનેજર તરીકે કાર્યરત છે. આ ઉપરાંત ટીમ ઇન્ડિયાના ફિઝિયો અને ટ્રેનર તરીકે સેવા આપી ચૂક્યાં છે.ઉલ્લેખનીય છે કે, શુટિંગની રમત રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં અગાઉ ક્યાય રમાતી નહતી. પરંતુ, હાલ રાજકોટમાં રાયફલ તેમજ પિસ્ટલ શુટિંગની રમતના અનેક ખેલાડીઓ તૈયાર થઇ રહ્યા છે. જેઓ, શહેર તેમજ રાજ્યનું નામ રોશન કરે છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ