• Gujarati News
  • National
  • લીલી ક્રાંતિનું ઉછેર કેન્દ્ર, રાંદરડા નર્સરી

લીલી ક્રાંતિનું ઉછેર કેન્દ્ર, રાંદરડા નર્સરી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટનુંગ્રીન સિટી બનાવવાનું મનપાનું લક્ષ્ય છે. અનેક સંસ્થાઓ અને નગરજનો વૃક્ષારોપણ દ્વારા રાજકોટને લીલુંછમ્મ બનાવવામાં સહભાગી થઇ રહ્યા છે ત્યારે અભિયાનમાં સિંહફાળો આપી રહી છે ‘રાંદરડા નર્સરી’, નર્સરીમાં તૈયાર થયેલા રોપાઓ થકી રાજકોટ હરિયાળું બની રહ્યું છે.

સરકારના વન વિસ્તરણ વિભાગ દ્વારા સંચાલિત નર્સરી ચાર હેક્ટર જમીનમાં પથરાયેલી છે. લીલાછમ્મ ઘેઘુર વૃક્ષો અને હજારો રોપાઓ થકી નર્સરીમાં પ્રકૃતિનું પૂર્ણ કળાએ ખીલેલું સૌંદર્ય નિહાળવા મળે છે. પ્રદ્યુમ્ન પાર્ક પાછળ, રાંદરડાના કિનારે આવેલી નર્સરીમાં વર્ષ દરમિયાન અનેક પ્રકારના રોપાઓ ઉછેરવામાં આવે છે અને રોપાઓ બાદમાં વિવિધ સ્થળે વૃક્ષો તરીકે લહેરાય છે.

નર્સરીના સમર્પિત વનપાલ એ. બી. જાડેજાના જણાવ્યા અનુસાર 15 જૂનથી 15 જુલાઇ સુધીના એક માસમાં નર્સરીમાંથી 96994 રોપાનું વેચાણ કરવામાં આવ્યું છે. સરકાર તદ્દન ટોકન દરે રોપા આપે છે. મોંઘામાં મોંઘા રોપાની કિંમત પણ છે માત્ર 15 રૂપિયા. નર્સરીમાં ફળાઉ અને છાંયડો આપે તેવા વૃક્ષોના આયુર્વેદિક ઔષધિ તરીકે કામ આપી શકે તેવા વૃક્ષોના તથા મઘમઘતા પુષ્પોને ખીલવતા રોપાઓ તૈયાર કરવામાં આવે છે.

મોટેભાગે શાળાઓ, ગ્રામ પંચાયતો તથા ઉદ્યોગગ્રહો દ્વારા મોટી સંખ્યામાં રોપાની ખરીદી થાય છે. સ્વૈચ્છિક સંસ્થાઓ, સોસાયટીઓ તથા વ્યક્તિગત રીતે નગરજનો દ્વારા પણ મોટા પ્રમાણમાં રોપાની ખરીદી કરવામાં આવે છે. રાજકોટમાં તાજેતરમાં ત્રણ ઇંચ વરસાદ પડ્યો તે પછી રોપાની ડિમાન્ડમાં જબરો વધારો થયો છે. રોપા ચપોચપ ઉપડવા લાગ્યા છે અને સાથે આવતા વર્ષના રોપા માટે બીજ વાવેતરની કામગીરી પણ શરૂ કરી દેવાઇ છે.

છાંયો આપે તેવા તથા ફળાઉ રોપા માટે પડાપડી થાય છે

વનપાલજાડેજાના જણાવ્યા અનુસાર છાંયો આપે તેવા લીમડો, ઉમરો, કરંજ, કણજી વિગેરેના રોપા તથા જામફળ, સીતાફળ, દાડમ, જાંબુડો, રાવણા, આમળા, ગુંદા, સરગવો વિગેરે જેવા ફળાઉ રોપાની મોટી ડિમાન્ડ છે.

નર્સરીમાંઆયુર્વેદિક વૃક્ષો માટે અલગ વિભાગ

નર્સરીમાંઆયુર્વેદિક વૃક્ષો માટે અલગ વિસ્તાર બનાવવામાં આવ્યો છે. તેમાં, અર્જુનસાગર, બેડા, હરડે, આમળા, વાયવરણ, અરડુસી, અરડુટેટુ, ગરમાળો, તુલસી વિગેરે જેવી વનસ્પતિ ઉછેરી તૈયાર થયેલા રોપા લોકોને આપવામાં આવે છે.

માત્રવેચાણ નહીં, ગ્રાહકોને માર્ગદર્શન પણ અપાય છે

રોપાખરીદવા આવનાર લોકોને રોપા કઇ રીતે વાવવા, કેવડો ખાડો કરવો, કેટલી માટી, કેટલું ખાતર નાખવું, કઇ રીતે પાણી પાવું વિગેરેનું માર્ગદર્શન પણ આપવામાં આવે છે.

એક માસમાં 97 હજાર રોપાનું વેચાણ કરવામાં આવ્યું

અન્ય સમાચારો પણ છે...