• Gujarati News
  • National
  • જિલ્લા ભાજપમાં શિસ્તભંગ કરે તેને સત્તાની ખુરશી મળે છે

જિલ્લા ભાજપમાં શિસ્તભંગ કરે તેને સત્તાની ખુરશી મળે છે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ જિલ્લા ભાજપમાં બાહુબલી નેતા સત્તાના ફળ ખાઇ શકે છે, તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. પ્રદેશના આદેશને એક બાજુ પર મુકી પોતાની શક્તિથી સત્તાની ખુરશી ઉપર બેસી જનાર સામે કોઇ પગલાં નહીં લેવાતા એક પછી એક નેતા બાહુબલી બની રહ્યા છે. રાજકોટ જિલ્લા પંચાયતમાં જિલ્લા ભાજપના આદેશને પી પરષોતમભાઇ સાવલિયા જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન બની ગયા હતા, તેમની સામે કોઇ પગલાં નહીં લેવાતા હવે રાજકોટ લોધિકા સહકારી સંઘમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીમાં વાઇસ ચેરમેનની ચૂંટણી મોકૂફ રાખવાની જિલ્લા ભાજપના પ્રમુખ નાગદાનભાઇ ચાવડાની સૂચના હોવા છતાં ચૂંટણી કરી વાઇસ ચેરમેનપદે મનસુખભાઇ સરધારા બેસી ગયા છે.

અન્ય સમાચારો પણ છે...