રાજકોટ જિલ્લા પંચાયતને તોડવા માટે ભાજપ ફરી સક્રિય થતા મંગળવારે ગોંડલના ફાર્મહાઉસમાં પંચાયતના સભ્યોની બેઠક બોલાવાઇ હતી. જો કે તેમાં 23ને બદલે 15 જ સભ્યો હાજર રહેતા બુધવારે ઘટતા સભ્યોને બોલાવાયા છે.
ગોંડલમાં જયરાજસિંહના ફાર્મહાઉસમાં જયંતી ઢોલ અને ભરત બોઘરાએ જિલ્લા પંચાયતના અને કોંગ્રેસના બાગી બનેલા સભ્યોની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં 23 સભ્યો ભેગા કરી અવિશ્વાસની દરખાસ્ત અંગે ચર્ચા થવાની હતી. જો કે સાંજની બેઠક પહેલાં જ જિલ્લા કોંગ્રેસે પંચાયત પ્રમુખના બંગલે સંકલનની બેઠક બોલાવી 22 સભ્યોને પોતાની સાથે રાખતા ગોંડલની બેઠકમાં 15 સભ્યો જ હાજર રહ્યા હતા. જેથી અવિશ્વાસની દરખાસ્ત માટે ફરીથી સંખ્યાબળ ઊભું કરવાની જરૂર પડી હતી. સમિતિની રચના વખતે સાથે રહેલા અને હવે ફરી કોંગ્રેસ સાથે ભળેલા 8 સભ્યોને પોતાની સાથે લેવા માટે તેમને બુધવારે બોલાવાયા છે. આ 8 સભ્યો ભળતાં જ અવિશ્વાસની દરખાસ્તનો રસ્તો સાફ થઇ જશે.
બાંધકામ સમિતિમાં રૂ.4.23 કરોડના કામો થયા મંજૂર
રાજકોટ જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભામાં બાંધકામ અને કારોબારી સમિતિની સત્તા પરત ખેંચવા માટે ઠરાવ થયો હતો, પણ તેની ચર્ચા પર વિકાસ કમિશનરે સ્ટે આપ્યો હતો. આમ છતાં બહુમતીએ ઠરાવ પસાર થતા મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. દરમિયાન મંગળવારે બાંધકામ સમિતિની બેઠક 4.23 કરોડના કામના એજન્ડા સાથે મળી હતી. કોંગ્રેસે અધિકારીઓને વાંધા બાબતે પત્ર લખ્યો હતો અને શાખાઅધિકારીએ તેનું વાંચન કર્યું હતું, પણ સમિતિના સભ્યોએ સ્ટે ન હોવાનું કહી કામગીરી આગળ વધારી હતી.
અમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે
પણ જો તમે ભૂલથી "Block" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો