• Gujarati News
  • National
  • ખરીફ બિયારણમાં મગફળી કઠોળમાં ડિમાન્ડ

ખરીફ બિયારણમાં મગફળી-કઠોળમાં ડિમાન્ડ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અલનીનો-નબળા ચોમાસાથી ખેડૂતો કપાસ નહીં છોડે

દેશભરમાંવહેલા ચોમાસાના અહેવાલથી ખરીફ વાવેતરનો ધમાકેદાર પ્રારંભ થઇ ચૂક્યો છે. ચાલુ વર્ષે ખેડૂતોને કપાસની ખેતીમાં માર પડ્યો હોવાથી મગફળી તથા કઠોળના પાકને પ્રાધાન્ય આપી રહ્યાં છે. ગુજરાતમાં મગફળીના બિયારણની ધૂમ ખરીદી છે.

રાજ્ય સરકાર દ્વારા મગફળીના 500 ગાડી (એકગાડી=7500કિલો.)બિયારણ ઉપબદ્ધ હતુ જેમાંનું મોટા ભાગનું વેચાણ થઈ ચૂક્યું છે. ચાલુ વર્ષે બિયારણના ભાવ સબસીડીને બાદ કરતા 30 કિલોદીઠ રૂા.1500 (1300) છે આમ ગતવર્ષ કરતા રૂા.200 વધુ છે. જ્યારે અડદ, મગ અને તલના બિયારણના ભાવ પણ ગતવર્ષ કરતા ઉંચા છે. જ્યારે કપાસના ભાવ જળવાયેલા રહ્યાં હોવાનું કૃષિખાતાના અધિકારીઓનું કહેવું છે.

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં પાણીની સવલત વાળા વિસ્તારમાં મગફળી, કપાસના વાવેતર શરૂ થઇ ચૂક્યા છે. દેશમાં તારીખ 22 મેં સુધીમાં કપાસનું વાવેતર 6 લાખ હેક્ટરથી વધી ગયું છે તેને જોતા વાવેતર પ્રત્યે ખેડૂતોનો લગાવ જળવાઇ રહ્યો છે. મગફળીના બિયારણના ભાવ ઉંચા છે જ્યારે કપાસના બિયારણના ભાવ વધ્યા નથી.

ઉપરાંત વરસાદ ખેંચાઇ જાય તો મગફળીને સૌથી વધુ નુકશા થાય તેમ છે. જુનાગઢ-પોરબંદર, ગીર લાઇનમાં મગફળીનું, જામનગર, મોરબી, રાજકોટ જીલ્લામાં કપાસનું, મધ્ય-દક્ષિણ ગુજરાતમાં ડાંગરનું વાવેતર થઇ રહ્યું છે.

બે વર્ષના વાવેતરની સ્થિતિ

પાકસરેરાશ2013 2014

કપાસ27171 26869 30026

મગફળી 14393 16601 12243

તલ 1191 1135 1417

મગ 13366 1278 770

અડદ 920 858 674

ડાંગર 7367 7853 7533

^દેશભરમાં વહેલું ચોમાસું છે પરંતુ અલનીનો અને અનિયમિત વરસાદની દહેશત હોવાથી ખેડૂતો કપાસને પ્રાધાન્ય આપશે તે નક્કી છે કેમકે વાવેતર બાદ વરસાદ ખેંચાઇ જાય તો કઠોળ અને મગફળીના પાકને સૌથી વધુ નુકશાન થાય છે. આમ કપાસનું વાવેતર 28-30 લાખ હેક્ટર આસપાસ જળવાઇ રહેવા અંદાજ છે.> પ્રવિણપટેલ, પટેલએગ્રો.

ટ્રેન્ડ| વહેલા ચોમાસાથી બિયારણની ધૂમ ખરીદી : કઠોળ-મગફળી બિયારણ મોંઘા

અન્ય સમાચારો પણ છે...