• Home
  • Saurashtra
  • Latest News
  • Rajkot City
  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સિન્ડિકેટ સભ્યોની બેઠક ગુરુવારે મળી હતી. આ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સિન્ડિકેટ સભ્યોની બેઠક ગુરુવારે મળી હતી. આ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સિન્ડિકેટ સભ્યોની બેઠક ગુરુવારે મળી હતી. આ બેઠકમાં પરીક્ષાલક્ષી વિવિધ નિર્ણયો લેવામાં...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:50 AM
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સિન્ડિકેટ સભ્યોની બેઠક ગુરુવારે મળી હતી. આ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સિન્ડિકેટ સભ્યોની બેઠક ગુરુવારે મળી હતી. આ બેઠકમાં પરીક્ષાલક્ષી વિવિધ નિર્ણયો લેવામાં આવ્યા હતા. જે મુજબ હવે વિદ્યાર્થીઓને પરીક્ષા ફોર્મ, ટાઈમટેબલ, હોલ ટિકિટ વગેરે બાબતોની પરીક્ષાલક્ષી તમામ માહિતીની જાણ એસએમએસથી કરવામાં આવશે.

આ ઉપરાંત તાલુકા અને જિલ્લાકક્ષાની વિવિધ કોલેજો વિદ્યાર્થીઓના સીટનંબર ક્રમમાં રાખવાને બદલે આડા અવળા આપવામાં આવશે જેથી એક કોલેજના વિદ્યાર્થી બીજી કોલેજમાં પરીક્ષા આપી શકશે. પરીક્ષા વિભાગમાં કોલ સેન્ટરની સુવિધા ઊભી કરવામાં આવશે અને કંટ્રોલરૂમની વ્યવસ્થા વધુ સુદૃઢ બનાવવામાં આવશે. પરીક્ષા પૂર્ણ થયા પછી કોલેજોએ યુનિવર્સિટીનું કોલેજ કોડ સાથેનું સીલ તૈયાર કરવાનું રહેશે અને સીલ મુજબ જ ઉત્તરવહી મોકલવામાં આવશે. એસેસમેન્ટ તથા રિ-એસેસમેન્ટ માટે અલગથી સેલ શરૂ કરવામાં આવશે. પ્રવાહ મુજબ પાંચમાં અને છઠ્ઠા સેમેસ્ટરના કાઉન્સિલવાળા તમામ અભ્યાસક્રમોનો તમામ સત્રો માટે મોડરેશન સિસ્ટમ શરૂ કરાશે. દરેક પરીક્ષા કેન્દ્રો પર સમય પહેલાથી શરૂ કરી પૂર્ણ પછી પેપર સીલ થાય ત્યાં સુધી ઓબ્ઝર્વરની નિયુક્તિ કરવી અને ઓબ્ઝર્વર પોતાનો રિપોર્ટ પરીક્ષા વિભાગને સોંપશે. દરેક કોલેજના માન્ય કોર્સમાંથી એક માન્ય અધ્યાપક ઓબ્ઝર્વર રહેશે. ગુજરાતી અને અંગ્રેજી માધ્યમની ઉત્તરવહીઓ જે તે માધ્યમના અધ્યાપકો જ તેને ચકાસે તેવી વ્યવસ્થા કરવી.

જો અધ્યાપકો પરીક્ષાની કામગીરીમાં ભાગ ન લે તો શિક્ષણ વિભાગના નિયમ અનુસાર શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે. આ સિન્ડિકેટ બેઠકમાં પરીક્ષાલક્ષી નિર્ણયો લેવાયા પણ તેને કારણે અધ્યાપકો પર વધુ ભારણ આવ્યું છે, જ્યારે વિદ્યાર્થીઓને સીધી અસર કરતો નિર્ણય માત્ર એસએમએસથી જાણ કરવાનો લેવાયો છે.

X
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સિન્ડિકેટ સભ્યોની બેઠક ગુરુવારે મળી હતી. આ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App