ઇનોવેટિવ, મોદી, સર્વોદય અને માસૂમ સ્કૂલ ફાઇનલમાં

Rajkot - ઇનોવેટિવ, મોદી, સર્વોદય અને માસૂમ સ્કૂલ ફાઇનલમાં

DivyaBhaskar News Network

Sep 12, 2018, 03:50 AM IST
રાજકોટ| કબડ્ડીની રમતને વધુને વધુ આગળ લાવવા માટે પ્રો કબડ્ડી લીગમાં ભાગ લઇ રહેલી ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટસ દ્વારા ચાર મહાનગરોમાં શાળાકીય કબડ્ડી લીગ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જે પૈકી રાજકોટ શહેરમાં લિટલ જાયન્ટસ ઇન્ટર સ્કૂલ કબડ્ડી ટૂર્નામેન્ટ યોજાઇ હતી. આ ટૂર્નામેન્ટમાં શહેરની વિવિધ શાળાઓની 32 ટીમે ભાગ લીધો હતો. લીગ પધ્ધતિથી રમાયેલી કબડ્ડી ટૂર્નામેન્ટમાં બાળ ખેલાડીઓએ રેડ, ટેકલ્સનું સુંદર પ્રદર્શન કરી કૌશલ્ય બતાવ્યું હતું. ટૂર્નામેન્ટનાં અંતે ઇનોવેટિવ ઇન્ટરનેશનલ સ્કૂલ, મોદી સ્કૂલ, સર્વોદય સ્કૂલ અને માસૂમ સ્કૂલે વિજયરથને આગળ ધપાવ્યો હતો. ઉપરોકત ચારેય ટીમ અમદાવાદમાં 16 સપ્ટેમ્બરના રમાનાર ચારેય મહાનગરોની કુલ 16 ટીમો વચ્ચે ખરાખરીનો જંગ ખેલવા જશે. ફાઇનલ જંગમાં વિજેતા બનેલી ટીમ પ્રો કબડ્ડી લીગમાં સામેલ ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટસ ટીમને મળવાની તક મળશે.

Sports

Sports

Sports

ખેલ મહાકુંભ પૂર્વે રાજકોટમાં વિવાદ શરૂ થયો

તરણમાં એસો.નો સંપર્ક કર્યા વગર અન્યને ગોઠવી દેવાતા વિવાદ

સ્પોર્ટસ રિપોર્ટર | રાજકોટ

ખેલ મહાકુંભ શરૂ થાય તે પહેલા જ વિવાદનાં વમળો શરૂ થઇ ગયા છે. રાજકોટ ડિસ્ટ્રિક્ટ સ્વિમિંગ એસોસિએશનને જાણ કર્યા વગર કન્વીનર વગેરેની નિમણૂક કરી દેવાતા નારાજ એસો.ના પ્રમુખ ઉમેશભાઇ રાજ્યગુરુએ મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે. આગામી 18 સપ્ટેમ્બરે શરૂ થઇ રહેલા ખેલ મહાકુંભ પહેલા રાજ્યના રમતગમત મંત્રી ઇશ્વરભાઇ પટેલે સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતના અધિકારીઓ તેમજ વિવિધ રમતોના એસોસિએશનના હોદ્દેદારો સાથે એક બેઠક યોજી હતી. જેમાં ખેલ મહાકુંભમાં યોજાનાર તમામ રમતોમાં રાજ્ય તેમજ જિલ્લાકક્ષાએ રેફરી, કન્વીનર, ટેક્નિકલ ઓફિશિયલ સહિતનાઓમાં રાજ્યના માન્ય એસોસિએશનના સભ્યોને જ રાખવાનો નિર્ણય લેવાયો હતો અને તે અંગે ચુસ્ત પાલન કરવા રમતગમત મંત્રીએ સૂચના આપી હતી, પરંતુ રાજકોટ શહેર અને ગ્રામ્યના રમતગમત અધિકારી દ્વારા તરણ સ્પર્ધા માટે હજુ સુધી ડિસ્ટ્રિક્ટ એસો.નો સંપર્ક કર્યો નથી. એટલું જ નહીં એસોસિએશનના સભ્યોને બદલે અન્ય લોકોને કન્વીનર તરીકે પસંદગી કરી લેવામાં આવતા રમત ગમત મંત્રીનાં આદેશનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. રાજકોટ ડિસ્ટ્રિક્ટ એસો. દ્વારા શહેરમાં રાષ્ટ્રીય તેમજ રાજ્યકક્ષાની અનેક સ્પર્ધાઓનું આયોજન કર્યું છે. ત્યારે ખેલ મહાકુંભ શરૂ થાય તે પહેલા રાજકોટ શહેર અને ગ્રામ્યના ડીએસઓને રાજ્યના માન્ય ડિસ્ટ્રિક્ટ એસો.નો સંપર્ક કરવા આદેશ કરવાની માગણી કરવામાં આવી છે.

ભવ્યરાજે તાકયું ગોલ્ડન નિશાન

રાજકોટ રૂરલ U-19 રાઇફલ શૂટિંગ

રાજકોટ|જય ઇન્ટરનેશનલ સ્કૂલમાં રાજકોટ ગ્રામ્યની અન્ડર-19 રાઇફલ શૂટિંગ સ્પર્ધા યોજાઇ હતી. પીપ સાઇટ ઇવેન્ટમાં સનફલાવર સ્કૂલના જાડેજા ભવ્યરાજે ગોલ્ડન નિશાન તાકી પ્રથમ સ્થાન મેળવ્યું છે, જ્યારે બીજા સ્થાને ભૂવા દીપ,ત્રીજા સ્થાને વાસુ. બોયઝનાં ઓપન સાઇટમાં જય ઇન્ટરનેશનલ સ્કૂલના રાણા યજુર્વેન્દ્ર પ્રથમ સ્થાન મેળવ્યું હતું, ગર્લ્સની સાઇટ ઇવેન્ટમાં તારપરા લક્ષ્મીતા પ્રથમ રહી છે. રાજકોટ ગ્રામ્યના ડીએસઓ પ્રવિણાબેન પાંડાવદરાનાં માર્ગદર્શન હેઠળ બંસીબેન ભૂતે સ્પર્ધાનું સંચાલન કર્યું હતું.

સ્પર્ધા તેમના હસ્તક રાખવી છે: ડીએસઓ

ખેલ મહાકુંભ પહેલા જ સર્જાયેલા વિવાદ મુદ્દે રાજકોટ શહેરનાં રમતગમત અધિકારી વી.પી.જાડેજાએ કહ્યું કે, એસોસિએશનને સ્વિમિંગની સ્પર્ધા તેમના હસ્તક રાખવી છે. એસો.ના સભ્યને કન્વીનર તરીકે નહીં રખાતા આ વિવાદ છેડ્યો છે. બધાને સાથે રાખીને જ સ્પર્ધા પૂરી કરવાની છે. 18 સપ્ટેમ્બર બાદ તરણ સ્પર્ધા શરૂ થાય તે પહેલા રેફરી તેમજ ઓફિશિયલો માટેની એસોસિએશન પાસે માગણી કરવામાં આવશે.

સ્પોર્ટસ રિપોર્ટર | રાજકોટ

ખેલ મહાકુંભ શરૂ થાય તે પહેલા જ વિવાદનાં વમળો શરૂ થઇ ગયા છે. રાજકોટ ડિસ્ટ્રિક્ટ સ્વિમિંગ એસોસિએશનને જાણ કર્યા વગર કન્વીનર વગેરેની નિમણૂક કરી દેવાતા નારાજ એસો.ના પ્રમુખ ઉમેશભાઇ રાજ્યગુરુએ મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે. આગામી 18 સપ્ટેમ્બરે શરૂ થઇ રહેલા ખેલ મહાકુંભ પહેલા રાજ્યના રમતગમત મંત્રી ઇશ્વરભાઇ પટેલે સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતના અધિકારીઓ તેમજ વિવિધ રમતોના એસોસિએશનના હોદ્દેદારો સાથે એક બેઠક યોજી હતી. જેમાં ખેલ મહાકુંભમાં યોજાનાર તમામ રમતોમાં રાજ્ય તેમજ જિલ્લાકક્ષાએ રેફરી, કન્વીનર, ટેક્નિકલ ઓફિશિયલ સહિતનાઓમાં રાજ્યના માન્ય એસોસિએશનના સભ્યોને જ રાખવાનો નિર્ણય લેવાયો હતો અને તે અંગે ચુસ્ત પાલન કરવા રમતગમત મંત્રીએ સૂચના આપી હતી, પરંતુ રાજકોટ શહેર અને ગ્રામ્યના રમતગમત અધિકારી દ્વારા તરણ સ્પર્ધા માટે હજુ સુધી ડિસ્ટ્રિક્ટ એસો.નો સંપર્ક કર્યો નથી. એટલું જ નહીં એસોસિએશનના સભ્યોને બદલે અન્ય લોકોને કન્વીનર તરીકે પસંદગી કરી લેવામાં આવતા રમત ગમત મંત્રીનાં આદેશનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. રાજકોટ ડિસ્ટ્રિક્ટ એસો. દ્વારા શહેરમાં રાષ્ટ્રીય તેમજ રાજ્યકક્ષાની અનેક સ્પર્ધાઓનું આયોજન કર્યું છે. ત્યારે ખેલ મહાકુંભ શરૂ થાય તે પહેલા રાજકોટ શહેર અને ગ્રામ્યના ડીએસઓને રાજ્યના માન્ય ડિસ્ટ્રિક્ટ એસો.નો સંપર્ક કરવા આદેશ કરવાની માગણી કરવામાં આવી છે.

રાજકોટ, બુધવાર, 12 સપ્ટેમ્બર , 2018 | 6

X
Rajkot - ઇનોવેટિવ, મોદી, સર્વોદય અને માસૂમ સ્કૂલ ફાઇનલમાં
Rajkot - ઇનોવેટિવ, મોદી, સર્વોદય અને માસૂમ સ્કૂલ ફાઇનલમાં
Rajkot - ઇનોવેટિવ, મોદી, સર્વોદય અને માસૂમ સ્કૂલ ફાઇનલમાં
Rajkot - ઇનોવેટિવ, મોદી, સર્વોદય અને માસૂમ સ્કૂલ ફાઇનલમાં
Rajkot - ઇનોવેટિવ, મોદી, સર્વોદય અને માસૂમ સ્કૂલ ફાઇનલમાં
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી