Divya Bhaskar

Home » Saurashtra » Latest News » Rajkot City » રાજકોટ જિલ્લા પંચાયતમાં 13મીઅે બોલાવેલી કારોબારી સમિતિ અને તેના

રાજકોટ જિલ્લા પંચાયતમાં 13મીઅે બોલાવેલી કારોબારી સમિતિ અને તેના

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 03:50 AM

રાજકોટ જિલ્લા પંચાયતમાં 13મીઅે બોલાવેલી કારોબારી સમિતિ અને તેના પર વિકાસ કમિશનરનો સ્ટે અને તે સ્ટે પર...

  • રાજકોટ જિલ્લા પંચાયતમાં 13મીઅે બોલાવેલી કારોબારી સમિતિ અને તેના

    રાજકોટ જિલ્લા પંચાયતમાં 13મીઅે બોલાવેલી કારોબારી સમિતિ અને તેના પર વિકાસ કમિશનરનો સ્ટે અને તે સ્ટે પર હાઈકોર્ટનો સ્ટે અને સુનાવણી મામલે ચાર તારીખો પડી ગઇ છે. જો કે 9મીએ સુનાવણી દરમિયાન કોંગ્રેસ તરફેના વકીલે દલીલ કરવાનું કહેતા સાંજના સમયે એક કલાક સુધી દલીલ ચાલી હતી. દલીલના અંતે જજે તારીખ આપીને જે સૂચનો કર્યા તે મામલે બંને પક્ષ તરફથી અલગ અલગ નિવેદનો મળી રહ્યા છે અને જીતના દાવા કરાયા છે.

    ભાજપ તરફથી નિવેદન અપાયું છે કે, જજે કારોબારી બેઠકમાં થયેલા ઠરાવો જ્યાં સુધી ચુકાદો ન આવે ત્યાં સુધી માન્ય નહીં ગણાય અને હવે પછીની સુનાવણી 6 સપ્ટેમ્બરે રાખી છે તેમ જણાવ્યું છે, જ્યારે આ બેઠકના ચેરમેન અર્જુન ખાટરિયાએ જણાવ્યું હતું કે, જજે કારોબારીમાં થયેલા ઠરાવો વિકાસના કામો હોવાથી તેને માન્ય રાખ્યા છે અને હવે ઠરાવો પર કામ થઇ શકશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending