તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • દુષ્કર્મનો ભોગ બનેલી પીડિતાનું મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન લેવાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુષ્કર્મનો ભોગ બનેલી પીડિતાનું મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન લેવાયું

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રૈયારોડવિસ્તારમાં રહેતી ત્યક્તાને વિધિ કરવાના બહાને નાથદ્વારા લઇ ગયા બાદ તેના પુત્રને બંધક બનાવી દુષ્કર્મ ગુજારવાના કેસમાં પોલીસ દ્વારા પીડિતાનું મેજિસ્ટ્રેટ સમક્ષ 164 મુજબનું નિવેદન લેવડાવવામાં આવ્યું હતું. કેસમાં ધરપકડથી બચવા ભૂગર્ભમાં ઉતરી ગયેલા જ્યોતિષ અનંતપ્રસાદ ભટ્ટને પકડવા પોલીસે તેના ગોંડલ સ્થિત મકાનમાં પણ છાપો માર્યો હતો. કથિત આરોપીએ સંભવિત ધરપકડ સામે આગોતરા જામીન મેળવવા વકીલ મારફત અરજી કરી હતી.

પીડિતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, લગ્ન જીવનમાં ભંગાણ થયું, બન્ને વખત છૂટડાછેડા થયા, ઉપર જતાં એક સંતાનની જવાબદારીના કારણે કોઇ દિશા નહીં સૂઝતા સંબંધી મારફત 8 વર્ષ પહેલાં દોશી હોસ્પિટલ પાછળ રહેતા જ્યોતિષ અનંતપ્રસાદ ભટ્ટના સંપર્કમાં આવી હતી. ગ્રહોની વિધિ માટે તેને અનંતકુમાર નાથદ્વારા લઇ ગયા હતા જ્યાં ડ્રાઇવર મારફત પુત્રને બંધક બનાવી શરીરસંબંધ બાંધ્યો હતો. પીઆઇ બી.ટી.વાઢિયા, રાઇટર સુધાબહેન પીડિતાના 164 મુજબના નિવેદનની કાનૂની પ્રક્રિયા બાદ શુક્રવારે મહિલા જજ સમક્ષ રજૂ કરી હતી. મહિલા જજે બંધ બારણે પીડિતાનું નિવદેન નોંધ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો