તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ટેક્સ ઇન્સ.એ ફાઇલો ટલ્લે ચડાવી, વોર્ડઓફિસે અરજદારનો હલ્લો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટેક્સ ઇન્સ.એ ફાઇલો ટલ્લે ચડાવી, વોર્ડઓફિસે અરજદારનો હલ્લો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર|રાજકોટ

મહાપાલિકાએલોકોને ઝોન કચેરી સુધી લાંબા થવું પડે માટે ટેક્સ, શોપ, ફૂડ લાઇસન્સ, સમસ્યાઓની રજૂઆત કરવા સહિતના કામ માટે સ્થાનિક કક્ષાએ સુવિધા આપવા વોર્ડવાઇઝમાં વ્યવસ્થાતંત્ર ગોઠવ્યું છે, પરંતુ વ્યવસ્થાતંત્ર શરૂઆતથી ખાડે જતા અરજદારોની માઠી દશા થઇ રહી છે. આવી હાલત એસ્ટ્રોન ચોકના બગીચા પાસે આવેલી વોર્ડ નં.7ની ઓફિસમાં છે. વોર્ડમાં આવતા ટેક્સ ઇન્સ્પેક્ટર ભરતસિંહ ચુડાસમાએ અનેક ફાઇલો ટલ્લે ચડાવી દીધી છે. વારંવાર રજા પર ઉતરી ફોન સ્વિચ ઓફ કરી દેતાં અરજદારોની અનેક ફાઇલો અટવાઇ પડી છે. વારંવાર ધક્કા ખાતા અરજદારોએ શુક્રવારે વોર્ડ ઓફિસમાં તડાપીટ બોલાવી હતી.

વોર્ડ નં.7ની ઓફિસમાં અરજદારો ભેગા થઇ ગયા હતા. અરજદારો ટેક્સને લગતી કામગીરી માટે છેલ્લા એક મહિનાથી ધક્કા ખાતા હતા. ટેક્સની આકારણી, નામફેર સહિતના કામ માટે અરજી અને જરૂરી તમામ ડોક્યુમેન્ટ આપી દીધા હોવા છતાં કામ પૂરા થયા નથી. તેની પાછળનું કારણ જાણવા મળ્યું હતું કે, વોર્ડ નં.7 હેઠળ આવતા ટેક્સ ઇન્સ્પેક્ટર ભરતસિંહ હસ્તક આવતી તમામ ફાઇલો અટવાયેલી છે. ફાઇલ ક્યા સ્ટેજ પર છે અન્ય કોઇ સ્ટાફને પણ ખબર નથી. કામ ક્યા પહોંચ્યું પૂછવા આવેલા અરજદારોને જ્યારે વાતની જાણ થઇ ત્યારે વોર્ડ ઓફિસમાં દેકારો બોલાવી નાખ્યો હતો. ટેક્સ ઇન્સ્પેક્ટર ભરતસિંહ ચુડાસમા નિવૃત્તિના આરે છે અને તેમને હવે જાણે નોકરીમાં કોઇ રસ હોય તેમ વારંવાર રજા પર ઉતરી ફોન સ્વિચ ઓફ કરી નાખે છે.

અધિકારી ફાઇલો દબાવી રાખી ગાયબ થતા અરજદારો હેરાન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો