તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ખંઢેરી સ્ટેડિયમના ડિઝાસ્ટર પ્લાનની વિગત માગતા કલેક્ટર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખંઢેરી સ્ટેડિયમના ડિઝાસ્ટર પ્લાનની વિગત માગતા કલેક્ટર

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એડમિનિસ્ટ્રેશન રિપોર્ટર|રાજકોટ

ખંઢેરીસ્ટેડિયમ ખાતે 7 એપ્રિલથી આઇપીએલ સિઝનનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે કલેક્ટર ડો.વિક્રાંત પાંડે દ્વારા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના સત્તાધીશો પાસે ડિઝાસ્ટર રિલેટેડ શું પ્લાન છે, સિકયોરિટી મેજર શું લેવાના છો, સહિતની વિગતો મગાવી છે. તેમજ આગામી મંગળવારે કલેક્ટર કચેરી ખાતે પોલીસ તંત્ર, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન અને ડિઝાસ્ટર તંત્રની મહત્ત્વની બેઠક બોલાવવામાં આવી છે. 7 એપ્રિલથી આઇપીએલની સિઝનનો પ્રારંભ થઇ રહ્યો છે અને ગુજરાત લાયન્સના મેચો સહિત ચાર મેચો રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે રાખવામાં આવ્યા છે ત્યારે તંત્ર દ્વારા ડિઝાસ્ટર અને સિક્યોરિટી મેજર અંગે કરાયેલા આયોજનની વિગતો સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન પાસે માગવામાં આવી છે.

રાજકોટ જિલ્લા કલેક્ટર ડો.વિક્રાંત પાંડેએ જણાવ્યું હતું કે, ખંઢેરી સ્ટેડિયમમાં 25 જેટલા મુદ્દાઓની વિગતો માગવામાં આવી છે. જેમાં ઇન-આઉટના સ્કેચ, ફાયર સેફ્ટીની સુવિધા, પોલીસ બંદોબસ્ત, ખાનગી સિક્યોરિટીનો કેટલો સ્ટાફ તૈનાત રહેશે સહિતના મુદ્દે ઝીણામાં ઝીણી વિગતો માગવામાં આવી છે.

કરોડોના એન્ટરટેનમેન્ટ ટેક્સની તંત્ર દ્વારા ઉઘરાણી

જિલ્લાકલેક્ટર ડો.વિક્રાંત પાંડેએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન પાસે કરોડો રૂપિયાનો એન્ટરટેનમેન્ટ ટેક્સ લેવાનો બાકી છે ત્યારે આગામી દિવસોમાં વહીવટી તંત્ર દ્વારા તેની વસૂલાતની કામગીરી પણ કરાશે.

7 એપ્રિલથી રમાનાર ચાર મેચ અંગે મંગળવારે બેઠક મળશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો