તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ઇશ્વરની પ્રાપ્તિ માટે ભક્તિ માર્ગ સરળ, શક્ય : વ્રજરાજકુમાર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇશ્વરની પ્રાપ્તિ માટે ભક્તિ માર્ગ સરળ, શક્ય : વ્રજરાજકુમાર

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉકાણીપરિવાર દ્વારા કાલાવડ રોડ, ઇશ્વરિયા ગામે કૃષ્ણચરિત્ર કથા સત્સંગનું 15થી 21મી માર્ચ સુધી સાંજે 5 થી 8 દરમિયાન આયોજન કરાયું છે. વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજીના વ્યાસાસને ચાલી રહેલી કથામાં બુધવારે સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગુજરાતી ભક્તિ ગીતો રજૂ થયા હતા. ગુરુવારે રાસ મંડળી મેઘા સંપટના માર્ગદર્શન હેઠળ વિવિધ રાસ ગરબાની રમઝટ બોલાઇ હતી.

વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજી મહોદયે કથાના માધ્યમથી ભક્તિના પ્રકારોની છણાવટ કરી હતી. વકતાએ મનના વેસ્ટનો નિકાલ કરી સ્વચ્છ માનવ સમાજનું નિર્માણ કરવા, જીવનમાં હરપળ આસ્તિકતા રાખવા, ઇશ્વરનો હંમેશાં ડર રાખવા, કળિયુગમાં ઇશ્વરની પ્રાપ્તિ માટે ભક્તિ માર્ગ સરળ અને શક્ય હોવાનું, સાર્વજનિક સફાઇ અભિયાનની શરૂઆત કરવા, જીવનને માણવું હોય તો દરેક પરિસ્થિતિનો સ્વીકાર કરવા, મન વર્તમાનની ડાળ પર સ્થિત રહેતું નથી, ભમરા જેવુ ચંચળ હોય તેના પર કાબૂ રાખવા, આનંદ શ્રીકૃષ્ણનો પર્યાય હોય શ્રીકૃષ્ણની સ્મરણ જીવનમાં હર હંમેશા રાખવા ભાવિકોને અનુરોધ કર્યો હતો.

બુધવારે સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગુજરાતી ભક્તિ ગીતો રજૂ થયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો