તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રાજકોટ | તનાવ,ચિંતા, અનિદ્રા, નકારાત્મક વિચારોને યોગના માધ્યમથી કેવી રીતે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | તનાવ,ચિંતા, અનિદ્રા, નકારાત્મક વિચારોને યોગના માધ્યમથી કેવી રીતે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ | તનાવ,ચિંતા, અનિદ્રા, નકારાત્મક વિચારોને યોગના માધ્યમથી કેવી રીતે દૂર રાખી શકાય તેના વિશેષ પ્રેક્ટિકલ યોગના માધ્યમથી માહિતી અને યોગિક ક્રિયાઓની નિ:શુલ્ક શિબિર પ્રોજેક્ટ લાઇફ સંસ્થા દ્વારા 18મી માર્ચના સાંજે 5 થી 6.30 લાઇફ બિલ્ડિંગ, રેસકોર્સ રિંગ રોડ રાજકોટમાં યોજાશે. રાજીવ મિશ્રા યોગના વિવિધ પ્રયોગોથી ઉપરોક્ત પ્રકારની સમસ્યામાંથી લોકોને મુક્ત કરવાની તાલીમ આપશે. જીવનને કેવી રીતે આનંદિત રીતે જીવી શકાય તેના વિશેની પણ શીખ અાપવામાં આવશે. પ્રોજેક્ટ લાઇફ સંસ્થા દ્વારા આરોગ્ય શ્રેણી અંતર્ગત રવિવાર અને અન્ય દિવસોમાં પણ જાહેર જનતા માટે યોગ, વાર્તાલાપ વગેરે કાર્યક્રમનું આયોજન કરાય છે. નિ:શુલ્ક યોગ શિબિરમાં ભાગ લેવા ઇચ્છુક ભાઇઓ, બહેનોએ વધુ માહિતી માટે લાઇફ બિલ્ડિંગ, રેસકોર્સ રિંગ રોડ ખાતે સંપર્ક સાધવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.

લાઇફ બિલ્ડિંગમાં આરોગ્યલક્ષી આજે નિ:શુલ્ક યોગ શિબિર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો