તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હેલ્થ રિપોર્ટર|રાજકોટ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હેલ્થ રિપોર્ટર|રાજકોટ

સરકારદ્વારા ગરીબ, જરૂરિયાતમંદ દર્દીઓ માટે સારામાં સારી સારવાર મળી રહે માટે સરકારી હોસ્પિટલોને આધુનિક બનાવવાની ખાસ યોજના અમલી બનાવી છે. યોજના અંતર્ગત રાજકોટની સરકારી હોસ્પિટલમાં જૂની બિલ્ડિંગના સ્થાને 6 માળની અદ્યતન સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું નિર્માણ કાર્ય નજીકના દિવસોમાં શરૂ થઇ જશે. બાળકોના તમામ રોગની સારવાર એક સ્થળે થઇ શકે માટે જૂના MLC બિલ્ડિંગમાં DIC સેન્ટર (પીડિયાટ્રિક હોસ્પિટલ) શરૂ કરાશે. માટેની કામગીરી અંતિમ તબક્કામાં હોવાથી રાજકોટ સરકારી હોસ્પિટલમાં એપ્રિલ માસથી રોગિષ્ટ બાળકોને અેક સ્થળે તમામ પ્રકારની સારવાર ઉપલબ્ધ બનશે.

તબીબી અધિક્ષક ડો.મનીષ મહેતાએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) અંતર્ગત દરેક જિલ્લામાં ગામડે ગામડે હેલ્થ વર્કર કામ કરી રહ્યા છે. હેલ્થ વર્કરો દરેક પરિવારનો સંપર્ક કરી જે પરિવારમાં રોગિષ્ટ બાળક હશે તેને નજીકના હેલ્થ સેન્ટરમાં અને વધુ સારવારની જરૂર હોય તો સરકારી હોસ્પિટલમાં સારવાર અપાવે છે. બાળકોને લગતા રોગની સારવાર ખર્ચાળ હોવાથી ગરીબ પરિવાર, મધ્યમ વર્ગના લોકો સારવાર ખર્ચને પહોંચી વળવા સમર્થ નથી હોતા. સારવારના અભાવે બાળકની જિંદગી રોળાઇ જાય માટે બાળકોને ઉત્તમકક્ષાની સારવાર એક જગ્યાએ મળી રહે માટે રાજ્યની સરકારી હોસ્પિટલોમાં DIC સેન્ટર શરૂ કરાશે. રાજકોટની સિવિલમાં જૂના MLC બિલ્ડિંગમાં સંભવત એપ્રિલ મહિના અંતમાં પીડિયાટ્રિક હોસ્પિટલ કાર્યરત થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો