તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર|રાજકોટ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર|રાજકોટ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર|રાજકોટ

રાજકોટમહાપાલિકાએ બાકીદારો ઉપર ધોંસ બોલાવવા શરૂ કરેલી ઝુંબેશમાં શુક્રવારે વધુ 50 મિલકતને તાળાં મારી દીધા હતા. વર્ષોથી વેરો ભરતા હોય એવા રીઢા બાકીદારોનું વોર્ડવાઇઝ હિટલિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. બાકીદારો સામે પગલાં લેવા ઝોનવાઇઝ ટાર્ગેટ અપાયો છે. શુક્રવારે કુવાડવા રોડ, દોઢસો ફૂટ રિંગ રોડ, ન્યૂ આશ્રમ રોડ, પારેવડી ચોક, અમીનમાર્ગ સહિતના વિસ્તારોમાં સપાટો બોલાવવામાં આવ્યો હતો.

મનપાએ ઘણા વર્ષો પછી વ્યાજમાફીની યોજના આપવા છતાં અમુક રીઢા બાકીદારો ટેક્સ ચૂકવવાની તસ્દી લેતા નથી. આવા બાકીદારો દર વર્ષે કોઇને કોઇ તરકીબ અજમાવીને છટકી જાય છે. વખતે મ્યુનિ. કમિશનર બંછાનીધિ પાનીએ આવા રીઢા બાકીદારો ઉપર ખાસ માર્કર મૂકીને એક અલગ હિટલિસ્ટ તૈયાર કરાવ્યું છે.

વખતે ઝોનવાઇઝ અને વોર્ડવાઇઝ આવી યાદી તૈયાર કરીને ટેક્સ શાખાના સ્ટાફને મિલકત સીલ કરવાનો રોજનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. દરમિયાન શુક્રવારે ન્યૂ રાજકોટના દોઢસો ફૂટ રિંગ રોડ પર અક્ષર કોમ્પ્લેક્સમાં અમિત કન્સ્ટ્રકશનની ઓફિસ, રાધેક્રિષ્ના એપાર્ટમેન્ટ, રુદ્ર પ્રયાગ એપાર્ટમેન્ટ, નંદનવન સોસાયટીનો બ્લોક નં.48, આલાપ સેન્ચ્યુરીમાં શોપ નં.2, ટર્નિંગ પોઇન્ટ કોમ્પ્લેક્સમાં જુસામ બિલ્ડર, અક્ષર કોમ્પ્લેક્સમાં નિર્મલાબેન પટેલની માલિકીની મિલકત સહિત એક દિવસમાં 50 મિલકતને તાળાં મારી દેવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો