તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રાજયમાંઉત્તર પશ્ચિમી સૂકા અને ગરમ પવનો શરૂ થયાં છે. જેને

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજયમાંઉત્તર-પશ્ચિમી સૂકા અને ગરમ પવનો શરૂ થયાં છે. જેને

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક

રાજયમાંઉત્તર-પશ્ચિમી સૂકા અને ગરમ પવનો શરૂ થયાં છે. જેને કારણે રાજકોટ સહિત રાજ્યનાં સાત શહેરોમાં ગરમીનો પારો 36 ડિગ્રીથી વધુ નોંધાયો હતો. બપોરનાં સમયે ગરમીનું પ્રમાણ વધતાં લોકોએ ગરમીનો અનુભવ કર્યો હતો. આગામી બે દિવસ દરમિયાન સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠા વિસ્તારોમાં હિટવેવ ફરી વળવાની શક્યતા હવામાન વિભાગે વ્યકત કરી છે. શુક્રવારે 37.3 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું.

હવામાન વિભાગે જણાવ્યા મુજબ, રાજકોટનું મહત્તમ તાપમાન 37.3 અને લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નોંધાયું હતું. જો કે, વહેલી સવારે લોકોએ સામાન્ય ઠંડકનો અહેસાસ કર્યો હતો, પણ બપોરનાં 12 વાગ્યા બાદ વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધતાં લોકોએ કાળઝાળ ગરમીનો અનુભવ કર્યો હતો. આગામી બેથી ચાર દિવસો દરમિયાન હજુ ગરમીનો પારો ઉંચકાવાની શક્યતા છે. ઉપરાંત સૌરાષ્ટ્રના દરિયાઈ વિસ્તારોમાં આગામી બે દિવસમાં હિટવેવનું મોજું ફર વળવાની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો