રાજકોટ | લોધિકા તાબેના નાના એવા રાવકી ગામે ગુરુવારે રાતે

રાજકોટ | લોધિકા તાબેના નાના એવા રાવકી ગામે ગુરુવારે રાતે બે જૂથ વચ્ચે બઘડાટી સર્જાતા તંગદિલી સર્જાઇ હતી....

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:50 AM
રાજકોટ | લોધિકા તાબેના નાના એવા રાવકી ગામે ગુરુવારે રાતે
રાજકોટ | લોધિકા તાબેના નાના એવા રાવકી ગામે ગુરુવારે રાતે બે જૂથ વચ્ચે બઘડાટી સર્જાતા તંગદિલી સર્જાઇ હતી. બઘડાટીમાં એક વ્યક્તિને ગંભીર ઇજા સાથે સારવાર માટે રાજકોટ ખસેડાયા છે. બનાવને પગલે એક જૂથ હુમલાખોરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે રાજકોટ એસપી કચેરી ધસી આવ્યાં હતા. રાવકી ગામે રાતે દસ વાગ્યાના અરસામાં પટેલ અને ભરવાડ જૂથ વચ્ચે મારામારી સર્જાતા નાસભાગ મચી ગઇ હતી. બઘડાટીમાં પટેલ જૂથનાં કુરજીભાઇ જીવરાજભાઇ પાનસુરિયાને માથામાં ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. બનાવ અંગે ઇજાગ્રસ્ત કુરજીભાઇનાં પુત્ર હરેશભાઇએ કહ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી ભરવાડ શખ્સો સાથે ભેલાણ કરવાના મુદ્દે અવારનવાર ચકમક રહ્યાં કરે છે. બે દિવસ પહેલા પણ ઝઘડો થયો હતો. દરમિયાન આજે ભરવાડનાં 20થી વધુ શખ્સો કુહાડી, લાકડી જેવા હથિયારો સાથે ધસી આવી હુમલો કર્યો હતો. જેમાં પિતાને ગંભીર ઇજા થઇ હતી. માથાભારે ભરવાડ શખ્સોના અવારનવારના ત્રાસથી કંટાળી પટેલ જૂથનાં લોકો રાજકોટ એસપી કચેરી ધસી આવ્યા હતા અને માથાભારે ભરવાડ શખ્સો સામે કાર્યવાહી હાથ ધરી છે.

X
રાજકોટ | લોધિકા તાબેના નાના એવા રાવકી ગામે ગુરુવારે રાતે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App