રિલિજિયન રિપોર્ટર | રાજકોટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રિલિજિયન રિપોર્ટર | રાજકોટ

લોહાણા પરિવારના આરાધ્ય દેવ અને ગૌરક્ષક વીરદાદા જશરાજજીની તારીખ 22ને સોમવારે પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય જ્ઞાતિજમણનું આયોજન કરાયું છે. રેસકોર્સના મેદાનમાં યોજાનારા ભવ્ય જ્ઞાતિ મહાપ્રસાદનું આમંત્રણ આપવા માટે જય જલિયાણના જયઘોષ સાથે જાગનાથ મંદિર ચોકથી વિશાળ રેલી નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં રઘુવંશી સમાજના લોકો જોડાયા હતા. આમંત્રણ રેલીમાં વીરદાદા જશરાજજીના ધર્મરથની પાછળ યુવાનો હાથમાં ધર્મધ્વજ, શક્તિના પ્રતીકરૂપે તલવાર અને સાફાથી સજ્જ થઇ સ્કૂટર, બાઈક, ખુલ્લી જીપ સહિતના વાહનો લઈને જોડાયા હતા.

આ રેલી દરમિયાન મુખ્ય ચોકમાં રાસ-ગરબા તથા તલવારબાજીની રમઝટ બોલી હતી. જુદા જુદા વિસ્તારોના રઘુવંશી પરિવારોએ આ રેલીને ફૂલડે વધાવી સ્વાગત કર્યું હતું. પોરબંદર, જૂનાગઢ, ટંકારા, મોરબી, વાંકાનેર, ગોંડલ, જામનગર સહિતના સૌરાષ્ટ્ર-કચ્છના ગામેગામથી અને શહેરના તમામ રઘુવંશી પરિવાર આ જ્ઞાતિગંગામાં ઉપસ્થિત રહે તે માટે વિશાળ રેલી યોજીને આમંત્રણ અપાયું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા જાગનાથ મંદિર ચોક પાસે આવેલા રઘુવંશી પરિવારના કાર્યાલય ખાતે હોદેદારો અને સભ્યો એક માસથી જહેમત ઉઠાવી રહ્યા છે. સોમવારે લોહાણા પરિવારના આરાધ્ય દેવ વીરદાદા જશરાજજીની પુણ્યતિથિએ જ્ઞાતિજમણમાં પધારવા નિમંત્રણ અપાયું છે.

અન્ય સમાચારો પણ છે...