• Gujarati News
  • National
  • રાજકોટ | નડિયાદના ગોકળદાસ ક્રિકેટ સ્ટેડિયમ પર ગુરુવારથી વેસ્ટ ઝોન

રાજકોટ | નડિયાદના ગોકળદાસ ક્રિકેટ સ્ટેડિયમ પર ગુરુવારથી વેસ્ટ ઝોન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | નડિયાદના ગોકળદાસ ક્રિકેટ સ્ટેડિયમ પર ગુરુવારથી વેસ્ટ ઝોન ઇન્ટર એસોસિએશન અન્ડર-14 ક્રિકેટ ટૂર્નામેન્ટનો પ્રારંભ થઇ રહ્યો છે. ટૂર્નામેન્ટના પ્રારંભે જ સૌરાષ્ટ્ર અને ગુજરાત વચ્ચે ત્રણ દિવસનો મેચ રમાશે. સૌરાષ્ટ્રની ટીમમાં રક્ષિત મહેતા, દીપ બારૈયા, માનવ ચોથાણી, નિહીર ચૌધરી, જસોન ચગ, જતિન રાણા, પ્રેમ ઝવેરી, ધ્યેય મહેતા, કર્નવ રાઠોડ, તીર્થરાજ જાડેજા, ક્રેન્સ ફૂલેત્રા, અરૂણ કાનાબાર, ચૈતન્યરાજ જાડેજા, વિશ્વરાજ જાડેજા, તેજપાલ જાડેજાનો સમાવેશ થાય છે, જ્યારે ટીમનાં કોચ તરીકે પારસ ત્રિવેદી, આસી.કોચ રવિ શેઠ, મેનેજર રોહિત પંડિત અને અભિષેક ઠાકર ટીમમાં જોડાયા છે.

અન્ય સમાચારો પણ છે...