સ્પોર્ટસ રિપોર્ટર|રાજકોટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટસ રિપોર્ટર|રાજકોટ

ઘરેલુ મેદાન પર સતત પરાજયનો સામનો કરી રહેલી સૌરાષ્ટ્રની મહિલા ક્રિકેટ ટીમનો ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ પર રમાયેલા સિનિયર વુમન ટી-20 લીગ ટૂર્નામેન્ટના રાજસ્થાન સામેના અંતિમ લીગ મેચમાં એક રનથી હાર થઇ છે. રાજસ્થાને ટોસ જીતી 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 105 રન કર્યા હતા. જેમાં પી.શર્માના 33, બી.મીનાના 21 રન હતા, જ્યારે સૌરાષ્ટ્રની ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 104 રન કરી શકતા એક રનથી પરાજય મેળવ્યો હતો. કપ્તાન મૃદુલા જાડેજાએ 43 અને ભક્તિ શાસ્ત્રીએ 36 રન કર્યા હતા. રાજસ્થાનની એસ.મીનાએ 4, બી.મીનાએ 2 વિકેટ મેળવી હતી. આમ રાજકોટમાં રમાયેલા સિનિયર વુમન ટી-20 પ્લેટ ગ્રૂપના લીગ મેચમાં ઝારખંડ અને હિમાચલની ટીમ ટોપ પર રહેતા બંને ટીમનો નોક આઉટમાં પ્રવેશ થયો છે.

અન્ય સમાચારો પણ છે...