• Gujarati News
  • National
  • વધુ એક પરિણીતાએ સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી

વધુ એક પરિણીતાએ સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પરિણીતા ઉપર સાસરિયાઓ દ્વારા ત્રાસ ગુજારવામાં આવતી હોવાની ફરિયાદો સતત વધી રહી છે. ત્યારે વધુ એક ફરિયાદ પોલીસ દફતરે નોંધાઈ છે. મેટોડા જીઆઈડીસીમાં રહેતી પરિણીતાએ સાસરિયા દ્વારા નજીવી બાબતે મારકૂટ કરી છૂટેછેડા માટે દબાણ કરતા હોય પોલીસનું શરણું લીધું હતું. મેટોડા જીઆઈડીસીમાં રહેતી કોમલ દુશરા (ઉ.વ.30) મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પતિ નિમેશ, સાસુ કલ્પના, દિયર ચિરાગ અને સસરા જયંતીના નામ આપ્યા હતા. સાસરિયાઓ છૂટાછેડા માટે દબાણ કરી ત્રાસ આપતા હતા.

અન્ય સમાચારો પણ છે...