• Gujarati News
  • National
  • મનપાના તમામ આરોગ્ય કેન્દ્રો પર સ્વાઇન ફ્લૂની દવાનો સ્ટોક મુકાયો

મનપાના તમામ આરોગ્ય કેન્દ્રો પર સ્વાઇન ફ્લૂની દવાનો સ્ટોક મુકાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર|રાજકોટ

રાજકોટમાંસ્વાઇન ફ્લૂએ ફરી હાહાકાર મચાવ્યો છે. ચાલુ સપ્તાહમાં ત્રણ વ્યક્તિનો ભોગ લેવાઇ ચૂક્યો છે. સ્વાઇન ફ્લૂના આવા જીવલેણ અજગરભરડા સામે મહાપાલિકાની આરોગ્ય શાખા દોડતી થઇ ગઇ છે. સ્વાઇન ફ્લૂગ્રસ્ત વિસ્તારમાં સરવે, જનજાગૃતિ માટેના પ્રચાર-પ્રસારની કામગીરી ઉપરાંત તમામ 21 આરોગ્ય કેન્દ્રો પર સ્વાઇન ફ્લૂની દવાનો સ્ટોક ઉપલબ્ધ કરવામાં આવ્યો છે. સામાન્ય શરદી-ઉધરસ અને ગળામાં બળતરા થતી હોય તો પણ તબીબી મુલાકાત લેવાની મહાપાલિકાએ સલાહ આપી છે.

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં સ્વાઇન ફ્લૂના કેસ ફરી દેખાવા લાગ્યા છે. રાજકોટમાં શનિવારે વધુ એકનો ભોગ લેતા ચાલુ સપ્તાહમાં મૃત્યુઆંક 4 થયો છે, જ્યારે 2017ના ચાલુ વર્ષમાં પાંચ વ્યક્તિના જીવ ગયા છે. સ્વાઇન ફ્લૂના શંકાસ્પદ કેસ પણ વધતા જાય છે. આવા અજગરભરડા સામે મહાપાલિકાની આરોગ્ય શાખામાં દોડધામ મચી ગઇ છે.

સ્વાઇન ફ્લૂથી જેમનું મૃત્યુ થયું છે વિસ્તાર સહિત શહેરમાં જનજાગૃત માટે પ્રચાર-પ્રસારની કામગીરી હાથ ધરવામા આવી છે. ઉપરાંત તમામ 21 આરોગ્ય કેન્દ્રો પર સ્વાઇન ફ્લૂની દવાનો સ્ટોક ઉપલબ્ધ કરવામાં આવ્યો છે. અંગે મનપાના નાયબ આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, સ્વાઇન ફ્લૂ સામે તકેદારીના પગલાં લેવા પ્રથમ ઉપચાર છે. લોકોએ જરા પણ ગફલતમાં રહેવું જોઇએ. શરદી-ઉધરસ અને તાવ તેમજ ગળામાં બળતરા થતી હોય તો સીધા ડોક્ટર પાસે પહોંચી જવું.

અચાનક સ્વાઇન ફ્લૂ વકરતા મનપા તંત્ર હરકતમાં આવી ગયું

શરદી-ઉધરસ થાય તો પણ ડોક્ટરની મુલાકાત લેવા સલાહ

વધુ એક મહિલાએ દમ તોડી નાખ્યો

રાજકોટનીસરકારી હોિસ્પટલમાં સ્વાઇન ફ્લૂની સારવાર માટ દાખલ થયેલા જેતપુરના કંચનબેન પિયૂષભાઇ ડાભી (ઉ.વ.35)નું શનિવારે સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. કંચનબેનને 6 માર્ચના રોજ હોિસ્પટલમાં દાખલ કરાયા હતા. સ્વાઇન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તબીબોએ તેમને બચાવવા કરેલા તમામ પ્રયત્નો જો કે નિષ્ફળ સાબિત થયા હતા.

અન્ય સમાચારો પણ છે...