• Gujarati News
  • National
  • યુવતી પર નિર્લજ્જ હુમલો કરી ફોટા વાઇરલ કરવાની ધમકી દીધી

યુવતી પર નિર્લજ્જ હુમલો કરી ફોટા વાઇરલ કરવાની ધમકી દીધી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના ભગવતીપરાની યુવતી સાથે દોઢેક વર્ષથી લગ્નની વાતો કરી ફરવા લઇ જઇ અડપલાં કરનાર શખ્સે યુવતી પર નિર્લજ્જ હુમલો કર્યો હતો તેમજ ફોટા વાઇરલ કરી દેવાની ધમકી દેતા મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.

ભગવતીપરામાં રહેતી પરવિન સરવૈયા નામની 21 વર્ષની યુવતીએ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સદર વિસ્તારમાં જુમા મસ્જિદ પાસે રહેતા મૂળ કોડીનારના મહમદહનિફ સલીમ સુમરા (ઉ.વ.21)નું નામ આપ્યું હતું. પરવિને ફરિયાદમાં જણાવ્યું હતું કે, મહમદહનિફ તેનો સંબંધી થતો હોય પારિવારિક રીતે દોઢેક વર્ષથી લગ્નની વાતો ચાલતી હતી. લગ્ન કરવાનું કહી મહમદહનિફ યુવતીને હરવા-ફરવાના બહાને લઇ જઇ શારીરિક અડપલાં કરતો હતો. ગત તા.14ના પણ મહમદહનિફે યુવતીને પ્રેમમંદિર પાસેના ગાર્ડનમાં બોલાવી હતી અને ત્યાં લાજ લૂંટવાના ઇરાદે નિર્લજ્જ હુમલો કર્યો હતો.

નિર્લજ્જ હુમલો કર્યા બાદ મહમદહનિફે યુવતીને તેની પાસે રહેલા ફોટા વાઇરલ કરી બદનામ કરવાની ધમકી પણ આપી હતી. લગ્નના નામે લાંબા સમયથી અડપલાં કરનાર શખ્સ સામે અંતે યુવતીએ ફરિયાદ નોંધાવતાં મહિલા પોલીસ સ્ટેશનના પીએસઆઇ દેસાઇ અને હિતેષભાઇ ગઢવી સહિતના સ્ટાફે મહમદહનિફની ધરપકડ કરી તેને કાયદાનું ભાન કરાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...