• Gujarati News
  • National
  • ચૈત્ર નવરાત્રમાં આઠમ નોમ એકસાથે મનાવાશે

ચૈત્ર નવરાત્રમાં આઠમ-નોમ એકસાથે મનાવાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આગામી તારીખ 18 માર્ચને રવિવારથી ચૈત્ર નવરાત્રનો પ્રારંભ થશે. નવરાત્રના પ્રથમ દિવસે જ ગુડીપડવાનો સંયોગ છે. આ વખતે ખાસ બાબત એ છે કે નવરાત્રનો પ્રારંભ સર્વાર્થ સિદ્ધિયોગમાં થશે. જે આ દિવસની શુભતામાં વધારો કરશે. આ દિવસે ભાવિકો દ્વારા જે કઈ પણ પુણ્ય કાર્ય કરવામાં આવશે તેનું ફળ અનેક ગણું પ્રાપ્ત થશે. રવિવારથી શરૂ થતા ચૈત્ર નવરાત્રનું સમાપન પણ આઠમે દિવસે રવિવારે જ થશે. આઠમ અને નોમ તિથિ 25મી માર્ચે એક જ દિવસે મનાવાશે. જેના કારણે આ પર્વ નવને બદલે આઠ દિવસનો રહેશે. ગુજરાતમાં ઘણા લોકો ચૈત્રી નવરાત્રી વખતે ઉપવાસ કરતા હોય છે. ઘણા ભાવિકો નવરાત્રીના ઉપવાસ સાથે ઘરમાં પણ માતાજીના જવારાની સ્થાપના કરી માતાજીની પૂજા, જાપ, જાગરણ કરતા હોય છે. ચૈત્રી નવરાત્રીમાં ઘરોમાં દેવીની પ્રતિમા અને ઘટ સ્થાપન કરવામાં આવે છે. દરેક ભક્ત મા શક્તિ પોતાના દુઃખ અને તમામ કષ્ટ હરી લે તે માટે શ્રદ્ધાપૂર્વક સાધના કરે છે.

અન્ય સમાચારો પણ છે...