• Gujarati News
  • National
  • ઉનાળાની આક્રમક શરૂઆત, પારો 37 ડિગ્રીને પાર કરી ગયો

ઉનાળાની આક્રમક શરૂઆત, પારો 37 ડિગ્રીને પાર કરી ગયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉનાળાની આક્રમક શરૂઆત થઇ છે. મહત્તમ તાપમાન 37 ડિગ્રીને પાર કરી ગયું છે. જ્યારે લઘુતમ તાપમાન પણ 16.6 ડિગ્રીની ઉપર નોંધાયું હતું. આગામી દિવસોમાં રાજકોટ સહિત રાજ્યના શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર કરી જાય તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. સૌથી વધુ તાપમાન ઇડરમાં 37.6 ડિગ્રી નોંધાયું હતું.

ઓણસાલ ઠંડીના દિવસો બહુ ઓછા રહ્યા હતા. આમ છતાં શિયાળાના અંતિમ દિવસોમાં લઘુતમ તાપમાન 12 થી 15 ડિગ્રીની આસપાસ રહ્યું હતું. છેલ્લા ત્રણ દિવસ ઝાકળવર્ષા થઇ હતી. આ ત્રણ દિવસોમાં મિશ્રઋતુનો અનુભવ લોકોએ કર્યો હતો.

આ વખતનો ઉનાળો આકરો રહેવાના સંકેત અત્યારથી જ મળી રહ્યા છે. 48 કલાક પહેલાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી આસપાસ નોંધાયું હતું. પરંતુ રવિવારે રાજકોટ સહિત પાંચ શહેરોમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રીથી ઉપર પહોંચી ગયું હતું. ચાર દિવસ બાદ હોળી છે ત્યારપછી ઉનાળો વધુ આકરો થાય તેવી પણ સંભાવના છે.

દરિયાકિનારાના શહેરોમાં મોટાભાગે આકરો તાપ પડતો નથી હોતો. પરંતુ પોરબંદરમાં રવિવારે મહત્તમ તાપમાન 37 ડિગ્રી નોંધાયું હતું. સૌરાષ્ટ્રમાં સાૈથી વધુ તાપ સુરેન્દ્રનગરમાં પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...