• Gujarati News
  • National
  • સમૂહલગ્ન તેમજ યજ્ઞોપવિત, રક્તદાન, થેલિસિમિયા ટેસ્ટ કેમ્પ

સમૂહલગ્ન તેમજ યજ્ઞોપવિત, રક્તદાન, થેલિસિમિયા ટેસ્ટ કેમ્પ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | લોહાણા યુવક પ્રગતિ મંડળ રાજકોટ દ્વારા 4 માર્ચના 51મા સમૂહલગ્ન, યજ્ઞોપવિત સમારોહ, રક્તદાન અને થેલિસિમિયા ટેસ્ટ કેમ્પ રેસકોર્સ મેદાન રાજકોટમાં યોજાશે. મુખ્ય દાતા સ્વ.પ્રતાપભાઇ મથુરાદાસ રાજદેવ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને વિમલાબેન રાજદેવ અને સમગ્ર રાજદેવ પરિવાર રહેશે. મુખ્ય યજમાન પરિવાર તરફથી કન્યાઓનું અનેક વસ્તુઓની ભેટ અપાશે. મંડળના ડો.નીતિન રાડિયા, હિતેશ પોપટ, સંજયભાઇ વસંત, ધ્રુવીલભાઇ જસાણી, યોગેશ જસાણી, જિમ્મી દક્ષિણી, પ્રકાશ સૂચક, પરેશ તન્ના વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. લોહાણા યુવક પ્રગતિ મંડળ રાજકોટ દ્વારા સમૂહલગ્ન ઉપરાંત જ્ઞાતિના યુવક-યુવતીઓને યોગ્ય જીવનસાથી મળી રહે તે માટે વિનામૂલ્યે વૈવિશાળ માહિતી કેન્દ્ર ચલાવવામાં આવી રહ્યું છે. તબીબી, અનાજ, શિક્ષણની સહાય તેમજ સ્કોલરશીપ રઘુવંશી વિદ્યાર્થીઓને આપવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...