• Gujarati News
  • National
  • ઝીરો બજેટ ખેતી કરવાથી ઉત્પાદન વધ્યું અને ખર્ચ ઘટ્યો

ઝીરો બજેટ ખેતી કરવાથી ઉત્પાદન વધ્યું અને ખર્ચ ઘટ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઝીરો બજેટથી ખેતી કરવાથી જમીનની ફળદ્રુપતા વધી અને ઉત્પાદન ખર્ચ ઘટ્યો.આ ઉપરાંત ખેતીમાં મળતા પાકની ગુણવત્તા પણ સુધરી છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના ખેડૂતો ઝીરો બજેટ ખેતી તરફ વળ્યા છે.

ચિંતન શિબિરમાં સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.જે ઝીરો બજેટ આધારિત ખેતી કરવાથી પોતાના અનુભવો વર્ણવતા રામોદ ગામના ખેડૂત ઉપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા 10 વર્ષથી 40 વીઘામાં આ પ્રકારની ખેતી કરે છે અને ઘઉં, ચણા,મગફળી,જીરું,હળદર,દાડમ વગેરેનું ઉત્પાદન મેળવે છે.

આનાથી મોટો ફાયદો એ થયો કે જે ખર્ચ આવતો તે 50 ટકા ઘટી ગયો અને જમીનની ફળદ્રુપતા વધી અને પાકની ગુણવત્તા પણ સુધરી છે. કેમિકલના વપરાશ વિના ખેતીને કારણે અનેક ફાયદા મળતા હોવાનું તેઓએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...