• Gujarati News
  • National
  • અઠવાડિયામાં ઠંડીનો ચમકારો વધવાની વકી

અઠવાડિયામાં ઠંડીનો ચમકારો વધવાની વકી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અઠવાડિયામાં ઠંડીનો ચમકારો વધવાની વકીશિયાળામાંથી અચાનક ઉનાળામાં પલટાઇ ગયેલી ઋતુ ફરી એક વખત ઠંડી બનશે એવા એંધાણ મળી રહ્યા છે. પવનની દિશા બદલાઇને ઉત્તરિય પવનો શરૂ થયાં છે, જેને કારણે દરિયાકાંઠાના વિસ્તારો સિવાય રાજ્યનાં મોટાભાગનાં શહેરોમાં લઘુતમ તાપમાનમાં ઘટાડો થતાં દિવસે ગરમી અને રાત્રે ઠંડીનો માહોલ જોવા મળી રહ્યાં છે. રાજકોટમાં જો કે મંગળવારે લઘુતમ તાપમાન 19.3 અને મહત્તમ તાપમાન 34.3 રહેતા લોકોએ રીતસર ગરમીનો અનુભવ કર્યો હતો. સમગ્ર રાજ્યમાં 12.2 ડિગ્રી સાથે ગાંધીનગર સૌથી ઠંડું શહેર બન્યું હતું. આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડીનું જોર વધી શકે છે. હવામાન વિભાગનાં આંકડાઓ મુજબ, મંગળવારે અમદાવાદનું લઘુતમ તાપમાનમાં સોમવાર કરતાં 3.0 ડિગ્રીનો ઘટાડો નોંધાતાં લઘુતમ તાપમાન 16.7 ડિગ્રીથી ઘટીને 13.7 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે મહત્તમ તાપમાનમાં ખાસ કોઇ ફેરફાર ન થતાં દિવસે લોકોએ ઉનાળા જેવી ગરમીનો અનુભવ કર્યો હતો. આગામી એક અઠવાડિયામાં જો કે ફરીથી તાપમાન 11 ડિગ્રી સુધી ગગડી શકે છે.

અન્ય સમાચારો પણ છે...