• Gujarati News
  • National
  • જલારામ પાર્લરમાં ખાદ્ય વસ્તુઓ સાથે ગંદકી, ઉંદર, જંતુ

જલારામ પાર્લરમાં ખાદ્ય વસ્તુઓ સાથે ગંદકી, ઉંદર, જંતુ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર| રાજકોટ

આરોગ્ય વિભાગે રૈયા રોડ પર આવેલા જલારામ પાર્લરમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પાર્લરમાં કોઇ દિવસ સફાઇ ન થઇ હોય તેવા દૃશ્યો જોવા મળ્યા હતા. અમૂલ છાસ, મીઠાઇ, કોલ્ડ્રીંક્સ, નમકીન સહિતની ખાદ્યવસ્તુઓ સાથે ગંદકી, ઉંદર અને જંતુઓ દેખાતા મનપાની ટીમે પાર્લર સંચાલકને નોટિસ આપી છે. એક્સપાઇરી ડેટ વિતેલા 70 કિલો ખાદ્ય પદાર્થનો નાશ કરવામાં આવ્યો હતો. પાર્લરમાં હાલ ખાદ્ય વસ્તુઓનું વેચાણ બંધ કરાવી દેવામાં આવ્યું છે.

આરોગ્ય વિભાગે હનુમાનમઢી ચોક રૈયારોડ પર જલારામ પાર્લરમાં મંગળવારે સવારે ચેકિંગ કર્યું હતું. પાર્લરમાં કોઇ દિવસ સફાઇ ન કરી હોય તેવી ગંદકી જોવા મળી હતી. ફ્રીઝમાંથી ખૂબ જ ગંદી વાસ આવતી હતી. એક્સપાઇરી ડેટ વિતેલા અમૂલ છાસની બોટલ, નમકીન, બેકરીની અલગ અલગ પ્રોડક્ટ, આઇસક્રીમ, કોલ્ડ્રીંક્સ સહિતની 70 કિલો ખાદ્ય સામગ્રીનો નાશ કરવામાં આવ્યો છે. મહાનગરપાલિકાના નાયબ આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, ખાદ્ય પદાર્થ સામે ગંદકી અને જીવાનો જોવા મળતા જલારામ પાર્લરમાં હાલ ખાદ્ય વસ્તુઓનું વેચાણ બંધ કરાવી દેવાયું છે.

અન્ય સમાચારો પણ છે...