• Gujarati News
  • National
  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 20મીએ સેનેટની બેઠક તોફાની બનશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 20મીએ સેનેટની બેઠક તોફાની બનશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 19મીએ પદવીદાન સમારોહ બાદ 20મીએ સેનેટની બેઠક યોજાનાર છે ત્યારે તેમાં ચાર સેનેટ સભ્યોએ પૂછેલા વિવિધ પ્રશ્નોના કારણે આ બેઠક તોફાની બની રહે તેવા સંકેતો મળી રહ્યા છે. દરમિયાન રિએસેસમેન્ટને કારણે 11 ટકા વિદ્યાર્થીના ગુણમાં સુધારો થયો હોવાનું જણાવવામાં આવ્યું હતું.

સેનેટ સભ્ય ડો.લીલાભાઈ કડછાએ સેમેસ્ટર પ્રથા બંધ કરવા બાબતે પૂછેલા પ્રશ્નના જવાબમાં યુનિવર્સિટીએ રાજ્ય સરકારના નિર્ણય બાદ આગળની કાર્યવાહી કરાશે તેમ જણાવ્યું હતું, જ્યારે અન્ય કોલેજમાં ટ્રાન્સફર માટે એનઓસીની જરૂર ન હોવાનું જણાવ્યું હતું. ડો.પ્રિયવદન કોરાટે ગુજરાતી ભાષાની કઈ કઈ નવલકથાઓ અને અંગ્રેજી તથા હિન્દીભાષાની કઈ કઈ નવલકથાઓ અભ્યાસક્રમમાં ચાલે છે તેનો સવાલ ઊઠાવ્યો છે. તેમજ યુનિવર્સિટીનું નામ ફેરવવા કરાયેલી કાર્યવાહીનો રિપોર્ટ માગ્યો હતો.

સેનેટ સભ્ય ડો.સુરભિ દવેએ કેટલી કોલેજનું પરીક્ષામાં મોનિટરિંગ થતું નથી તેવો સવાલ ઊઠાવતા યુનિવર્સિટીએ 15 કોલેજોમાં સીસીટીવી કેમેરા લાઈવ આઈપી ધરાવતા ન હોવાનું જણાવ્યું હતું. નિલેશભાઈ વિરાણીએ સેમેસ્ટર પધ્ધતિથી વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલી, સંગઠનોએ કરેલી રજૂઆત અને મોડા પરિણામ બાબતે સવાલો ઉઠાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...